
અયોધ્યા માં ૫૦૦ વર્ષ પછી પ્રભુ શ્રી રામ નું આગમન થવા જઈ રહ્યું છે. જે ઉત્સાહ ભારત માં છે તેવો જ ઉત્સાહ અમેરિકા માં વસતા સનાતનીઓ માં પણ જોવા મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગ નિમિતે એક ભવ્ય કાર રેલી નું આયોજન અમેરિકા ના ટેક્સાસ રાજ્ય માં ડલ્લાસ શેહર માં કરવા માં આવેલું. લોહાણા એસોસિએશન ઓફ ડલ્લાસ – ફોર્ટ વર્થ ના કમીટી સભ્યો દ્વારા કરેલ અથાગ મેહનત અને દિવસ રાત એક કરીને આ રેલી ને સફળ બનાવા માં આવેલ. સમિતિ ના સભ્યો કેતૂલ ઠક્કર, રવિ ઠક્કર અને મયુર અખાણી ખડે પગ રહ્યા હતા.

ભગવા ઘ્વજ, જય શ્રી રામ ના નાદ અને ઉત્સાહ સાથે, જાન્યુઆરી ૨૧, ૨૦૨૪ નો દિવસ અવરોહણ કરતા અમેરિકા ના ટેક્સાસ રાજ્ય માં ઇર્વિંગ શહેર માં એક ભવ્ય કાર રેલી નું આયોજન લોહાણા એસોસિએશન ઓફ ડલ્લાસ – ફોર્ટ વર્થ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલી માં લોહાણા સમાજ ને BAPS, શિરડી સાઈ મંદિર ઓફ ઇર્વિંગ, વિશ્વ હિન્દૂ પરિષદ, હિન્દૂ સ્વયં સેવક સંઘ, સેવા ઇન્ટરનેશનલ, રાધે શ્યામ ધામ અને એકતા મંદિર નો સંપૂર્ણ સાથ અને સહકાર પ્રાપ્ત હતો.

રેલી, જે રાધા શ્યામ ધામ થી શરૂ થઈ, શહેરના રસ્તાઓ પર થઈને એકતા મંદિર પોહચી હતી . જય શ્રી રામ ના નારા અને લોકો ના અનેરા ઉત્સાહ એ આ કાર રેલી ની શોભા અનેક ઘણી વધારી દીધી હતી.
ઇવેન્ટની સરળતા, સાદગી અને સંગઠન દ્વારા સુચારુ યોજના અને સ્વયં સેવકો ના ઉત્સાહ હોઈ અને પાર્ટિસિપેન્ટ્સના અદ્વિતીય ઉત્સાહથી, આ રેલીને એક અપાર સફળતા મળી છે.
