Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Chief Editor May 23, 2026
gujarat monsoon

Gujarat Weather Forecast | ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો (Climate change) આવ્યો છે. હવામાન વિભાગ (Weather department) દ્વારા આજે, 23 મે 2026 ના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાક (Hours) દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીના (Pre-monsoon activity) પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. શનિવાર (Saturday) સવારથી જ હિલ સ્ટેશન (Hill station) સાપુતારા ખાતે વાદળછાયા માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે.

વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે સાપુતારા ઘાટમાર્ગ પર વિઝિબિલિટી (Visibility) ઘટતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ વલસાડમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં (Farmers) માર્કેટમાં (Market) આવી રહેલા કેરીના પાકને (Mango crop) નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: China Coal Mine Blast: ચીનની કોલસાની ખદાનમાં ભયાનક ગેસ બ્લાસ્ટ, 90 મજૂરોના કરુણ મોતથી અરેરાટી
Next: લગ્ન પ્રસંગે અનોખી પહેલ: મહારાષ્ટ્રના પરિવારે આખા ગામના 3500 લોકોનો કરાવ્યો અકસ્માત વીમો
Follow

Recent Posts

  • CETA: એક વ્યૂહાત્મક ભાગીદાર
  • ભારત-UK ઐતિહાસિક કરાર: ભારતથી સોના-ચાંદી અને હીરાના દાગીનાની પ્રથમ ખેપ બ્રિટન રવાના
  • પાકિસ્તાનમાં ભારે આક્રોશ: PoK અને બલૂચિસ્તાનમાં ફાટી નીકળી હિંસા, આર્મી ચીફ અસીમ મુનીરની ચિંતા વધી
  • ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી: ખાર્ગ આઈલેન્ડ પર ગ્રાઉન્ડ ઈન્વેઝનની આપી ધમકી
  • U.S કૉંગ્રેસમેન પીટ સેશન્સે BAPS મંદિરોની મુલાકાત લીધી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.