Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe
  • Home
  • Business
  • Economy
  • વર્લ્ડ બેંકના ‘ગ્લોબલ એજ્યુકેશન ડાયરેક્ટર’ શ્રીયુત હાયમે સાવેદ્રાની આગેવાનીમાં વર્લ્ડ બેંકનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે*

વર્લ્ડ બેંકના ‘ગ્લોબલ એજ્યુકેશન ડાયરેક્ટર’ શ્રીયુત હાયમે સાવેદ્રાની આગેવાનીમાં વર્લ્ડ બેંકનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે*

H S April 5, 2022

આજે વર્લ્ડ બેન્કનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ ખાસ વૉશિંગ્ટનથી વર્લ્ડ બેન્કના ગ્લોબલ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી હાઇમે સાવેદરાની આગેવાનીમા ગુજરાતના શાળા શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા આમૂલ પરિવર્તનનો અભ્યાસ કરવા માટે રાજ્યની મુલાકાતે આવ્યા છે.
        શ્રી હાઇમે સાવેદરા દક્ષિણ અમેરિકન દેશ પેરૂના શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં વર્લ્ડ બેન્કના ગ્લોબલ એજ્યુકેશન ડાઇરેક્ટર છે. તેઓ ગુજરાતનાં શાળા શિક્ષણ ક્ષેત્રે રુ. 10,000 કરોડના ખર્ચે ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ દ્વારા થઈ રહેલા આમૂલ પરિવર્તન અને કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર મારફતે થઈ રહેલા ડેટા આધારિત ઈનીશીએટિવ્સથી પ્રભાવિત થઈને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનો અને શૈક્ષણિક સુધારાઓનાં ગુજરાત મોડેલનો જાતે અભ્યાસ કરી તેને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ જાહેર કરવા માટે આજે રાજ્યની મુલાકાતે આવ્યા છે.           શિક્ષણ ક્ષેત્રે નવા નવા શૈક્ષણિક સુધારાઓ અમલમાં મૂકી રાજ્યના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. સ્કૂલિંગ સુનિશ્ચિત કર્યા બાદ દરેક બાળકનું લર્નિંગ પણ સુનિશ્ચિત કરવાના ધ્યેયથી શ્રેણીબધ્ધ શૈક્ષણિક ગુણવત્તા સુધારણાના પગલાઓ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. શાળાઓને સ્પર્ધાત્મક તથા માળખાકીય રીતે શ્રેષ્ઠ બનાવવામાં આવે અને બાળકોને શૈક્ષણિક સગવડો, ભૌતિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, સ્ટેમ લેબ, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ સહિતનું આકર્ષક શાળા સંકૂલ મળી રહે તો શૈક્ષણિક ગુણવત્તામાં મહત્તમ સુધારા થઈ શકે છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં આવનારા પાંચ વર્ષમાં આશરે રૂ.૧૦,૦૦૦ કરોડના ખર્ચે ‘‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’’ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે.      સ્કુલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટથી આવનારા પાંચ વર્ષોમાં તમામ ૩૫,૧૩૩ સરકારી શાળાઓ અને ૫,૮૪૭ ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ મળી કુલ આશરે ૪૧,૦૦૦ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓને મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ લાભાન્વિત કરવામાં આવશે. આ શાળાઓ પૈકી ૨૦,૦૦૦ શાળાઓને ઉત્કૃષ્ટ બનાવવા વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડવામાં આવશે. આ શાળાઓમાં આવતા પાંચ વર્ષોમાં કુલ પ૦,૦૦૦ નવા વર્ગખંડોનું નિર્માણ, ૧,પ૦,૦૦૦ વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા, ર૦,૦૦૦ નવી કમ્પ્યુટર લેબ, પ,૦૦૦ સ્ટેમ લેબ / ટીંકરીંગ લેબ વિગેરે પુરુ પાડવાનું લક્ષ્ય છે. જેના થકી આવતા પાંચ વર્ષમાં આશરે રાજ્યના 1 કરોડ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.  રાજ્યના આ અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા ૧ (એક) બિલિયન યુ.એસ. ડોલર એટલે કે લગભગ રૂ.૭,૫૦૦ કરોડનું ધીરાણ મંજૂર કરવામાં આવ્યું છે.        વર્લ્ડ બેંક દ્વારા શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું ફંડિંગ ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ માટે કરવામાં આવ્યું છે. તેમજ એશિયન ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) સમગ્ર વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમવાર આ પ્રકારનો પ્રોજેક્ટ ગુજરાતના શિક્ષણ વિભાગ સાથે કરી રહી છે.        સમગ્ર દેશમાં શાળાકીય શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટેનો આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. આગામી ૫ થી ૬ વર્ષના સમયમાં આ પ્રોજેક્ટના કારણે અંદાજે રાજ્યના એક કરોડથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે અને આવનારી પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે મદદરૂપ બનશે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, વર્લ્ડ બેંકના ભારત સ્થિત પ્રતિનિધિ શ્રી શબનમ સિન્હા, શિક્ષણ વિભાગના સચિવ શ્રી ડૉ. વિનોદ રાવ, સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ નિયામક શ્રી રતનકુંવર ગઢવીચારણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: New York: US Muslims perform prayers in Times Square
Next: High-level delegation of World Bank led by Mr. Jaime Saavedra from Washington pays courtesy visit to Gujarat Chief Minister Shri Bhupendra Patel

Related News

International Mother Language Day

વિશ્વ માતૃભાષા દિવસ: ગુજરાતી ભાષાના ગૌરવ અને સંવર્ધન માટે માહિતી કમિશનરની કચેરી ખાતે વિશેષ કાર્યશાળા

Chief Editor February 21, 2026
Ahmedabad Mobility Plan

ઓલિમ્પિક્સ 2036 માટે અમદાવાદ તૈયાર: 3000 ઈ-બસ અને મેટ્રો કનેક્ટિવિટી સાથે શહેરની કાયાપલટ થશે

Chief Editor February 21, 2026
surat diamond bourse

સુરત બન્યું ગ્લોબલ ટ્રેડ હબ: USD 10.55 બિલિયનની નિકાસ સાથે વિશ્વના બજારોમાં સુરતનો દબદબો

Chief Editor February 21, 2026
Follow

PM Modi meets Russian President Vladimir Putin at Hyderabad House

https://www.youtube.com/watch?v=AkLnT9fD9B8

PM Modi roadshow in Ahmedabad

https://www.youtube.com/watch?v=YsQ3P8DtkkM

PM Modi lays foundation stone, inaugurates development works in Ahmedabad

https://www.youtube.com/watch?v=KtOeb5hSgz4

RSS India News

  • પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર
  • PM મોદીએ રચ્યો વૈશ્વિક રેકોર્ડ: Instagram પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર નેતા
  • PM મોદીની વૈશ્વિક સિદ્ધિ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને દેશોનું સર્વોચ્ચ સન્માન મેળવનારા દુર્લભ વિશ્વ નેતા બન્યા
  • Video : લગ્નના સ્ટેજ પર ફિલ્મી અંદાજમાં પ્રેમીએ ચલાવી ગોળી, દુલ્હનની હાલત ગંભીર
  • ગર્લફ્રેન્ડના ચક્કરમાં ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’નો અંત: મેક્સિકન આર્મીએ આ રીતે પાર પાડ્યું ઓપરેશન

You may have missed

blackmail-prevention

પ્રાઈવેટ ફોટોથી કોઈ નહીં કરી શકે બ્લેકમેલ, સરકારી એજન્સીએ જણાવ્યું બચાવ મંત્ર

Chief Editor February 28, 2026
Yuzvendra Chahal Shefali Bagga

યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાયા બાદ શેફાલી બગ્ગાએ તોડી ચુપકીદી, શું ક્રિકેટર સાથે કરશે લગ્ન?

Chief Editor February 28, 2026
Iran Attack russia usa israel

‘ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ…’, શું ઈઝરાયલ-US ના હુમલાથી ઈરાનને બચાવશે રશિયા?

Chief Editor February 28, 2026
US Israel attack Iran

અમેરિકા-ઈઝરાયલનો તહેરાન પર હવાઈ હુમલો, ઈરાને પણ બહેરીન-યુએઈમાં US બેઝ પર મિસાઈલો ઝીંકી

Chief Editor February 28, 2026
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.