Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે

H S August 8, 2022
5-8-drawn-1

• *સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં કુલ ૬૪.૪૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે*

 •••••••••••

*અમદાવાદમાં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન અને ભાવનગરમાં ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે*

—————————————————————————————–

• *બાવળા નગરની ડ્રાફટ ટી.પી મંજૂર*

□□□□□□□□□

• *બાવળામાં પ૪.૮૮ હેક્ટર્સ જમીનની સંપ્રાપ્તિ થશે*

○

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે*

. 

*મુખ્યમંત્રીશ્રીએ આ જે ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે તેમાં સુરતની ૪ પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની ૧-૧ પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની ૧ ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે*

*શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ર૭ ભટાર-મજૂરા, સ્કીમ નં.પ૧ ડભોલી, સ્કીમ નં. પ૦ વેડ-કતારગામ અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ-સુડાની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. ૮પ સરથાણા-પાસોદરા-લાસકાણાની મંજૂરી આપી છે*

. 

*સુરત મહાનગરપાલિકાની આ ૩ પ્રારંભિક ટી.પી સ્કીમ મંજૂર થવાના પરિણામે બાગ-બગીચા, રમત-ગમતના મેદાન માટે કુલ ૮.૯૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે*. 

*એટલું જ નહિ, જાહેર સુવિધાના કામો માટે ૧૬.૯૬ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે*

 *આર્થિક રીતે નબળા વર્ગના EWS આવાસોના નિર્માણ માટે ૮.પ૮ હેક્ટર્સ જમીન પર ૭૬૦૦ આવાસોનું નિર્માણ થઇ શકશે*

. 

*સુરત શહેરી વિકાસ

 સત્તામંડળ-સુડાની  પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૮૫  સરથાણા

-પાસોદરા-લાસકણા મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી છે તેના કારણે જાહેર સુવિધાના કામો માટે ૯.રપ હેક્ટર્સ, બાગ-બગીચા, રમત-ગમત મેદાનો જેવી સગવડ માટે ૬.૬૯ હેક્ટર્સ તેમજ પ૧૦૦ EWS આવાસો નિર્માાણ થાય તે હેતુસર પ.૭ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે*. 

*આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૧.૭૩ હેક્ટર્સ મળી સુડાની આ સ્કીમમાં અંદાજે કુલ ર૩.૪૧ હેક્ટર્સ જમીન અને સુરત મહાનગરની ૩ પ્રારંભિક ટી.પી સ્કીમમાં કુલ ૪૧.૦૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે*. 

*સુરત મહાનગરની ત્રણ પ્રારંભિક ટી.પી સ્કીમ સ્કીમ નં-૫૧ ડભોલી સ્કીમ નં-ર૭, ભટાર-મજૂરા અને સ્કીમ નં. પ૦ વેડ કતારગામ ત્રણેયમાં આંતરમાળખાકીય સુવિધાના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર કુલ મળીને ૬.૮૪ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થવાની છે*

. 

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જે ટી.પી સ્કીમ મંજૂર કરી છે તે અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૮૧ લાંભા-લક્ષ્મીપૂરા-૧ માં કુલ ૧૯.૬૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમમાં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે ૮.૦પ હેક્ટર્સ જમીન મળશે*. 

*આ ઉપરાંત બાગ-બગીચા તેમજ રમત-ગમતના મેદાન માટે ૩.૧ર હેક્ટર્સ અને સામાજિક, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અંદાજે ર૭૦૦ આવાસોના નિર્માણ માટે ૩.૦૧ હેક્ટર્સ જમીન મળશે*. 

*ભાવનગર મહાનગરપાલિકાની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ ૭ અધેવાડાને પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે* 

*આ સ્કીમ મંજૂર થવાના કારણે કુલ ૧૧.૩ર હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે અને બાગ-બગીચા, રમત-ગમત મેદાન તથા ખૂલ્લી જગ્યા માટે ૧.પ૭ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ર.૮૧ હેક્ટર્સ તેમજ આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુ માટે ૪.પ૭ હેક્ટર્સ જમીન મળશે*

. 

*આ ઉપરાંત ભાવનગરની આ પ્રિલીમીનરી ટી.પી નં.૭ અધેવાડામાં ર.૯૪ હેક્ટર્સ જમીન પર ર૬૦૦ EWS આવાસોના બાંધકામ માટે પણ જમીન મળશે*

. 

*મુખ્યમંત્રીશ્રીએ આ ત્રણ મહાનગરો ઉપરાંત અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં.૪ (બાવળા)ને પણ મંજૂરી આપી છે*. 

*આ સ્કીમમાં કુલ પ૪.૮૮ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે* 

*બાવળાની ડ્રાફટ ટી.પી સ્કીમ નં. ૪ માં આંતરમાળખાકીય સુવિધાઓના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર રપ.૬૪ હેક્ટર્સ, ખૂલ્લા મેદાનો-બાગ બગીચા માટે ૭.૮૧ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૧૧.ર૬ હેક્ટર્સ તથા ૮ હજાર જેટલા EWS આવાસો માટે ૮.૯પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે*. 

*અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ટી.પી સ્કીમ ગુજરાત ટી.પી સ્કીમ એેક્ટ ૧૯૭૬ અન્વયે બનાવવામાં આવે છે. આ લેન્ડ પુલીંગ મેથડમાં બધાજ જમીન માલિકોની જમીન એકત્ર કરીને સામાન્ય રીતે ૪૦ ટકા જમીન કપાતમાં લઇ ૬૦ ટકા જમીન માલિકને પરત આપવામાં આવે છે*

*જે ૪૦ ટકા જમીન સંબંધિત  સત્તામંડળ એટલેકે મહાનગર પાલિકા કે શહેરી વિકાસ સત્તા મંડળોને સંપ્રાપ્ત થાય તે જમીનમાં રોડ-રસ્તા, બગીચા, મેદાન, EWS આવાસો, નેબરહૂડ સેન્ટર તેમજ આરોગ્ય અને શૈક્ષણિક હેતુની સુવિધાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવી ટી.પી સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવવામાં આવે છે* 

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાઇ તિરંગા યાત્રા
Next: ઝૂલન યાત્રાનું હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવણી
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.