Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા

Chief Editor March 21, 2026
fake-currency-racket-ahmedabad-pradeep-jotangia-china-pakistan-link
  • AI ની મદદથી નકલી નોટો છાપતું સુરતનું નેટવર્ક ઝડપાયું, ‘ઇકોનોમિક ટેરર’ ની તપાસ

Fake Currency Racket | અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા (Pradeep Jotangia) અને તેના સાગરીતો દ્વારા ચલાવવામાં આવતા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તપાસમાં પાકિસ્તાન (Pakistan) પ્રેરિત આર્થિક આતંકવાદ એટલે કે ‘ઇકોનોમિક ટેરર’ (Economic Terror) ની આશંકા સેવાઈ રહી છે.

યોગ ફાઉન્ડેશનની આડમાં ખેલ: આરોપી પ્રદીપ જોટાંગિયા ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ (Yog Foundation) ના નામે આ નેટવર્ક ચલાવતો હતો. છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે ₹3 કરોડની નકલી નોટો બજારમાં ફરતી કરી હોવાનું બહાર આવ્યું છે.

AI અને આધુનિક ટેકનોલોજી: આરોપીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ની મદદથી અસલી નોટો સ્કેન કરી, તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા. પોલીસે ₹500 ના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે.

ચીનથી આવતો કાગળ: નકલી નોટ (Fake Currency) છાપવા માટે વપરાતો ખાસ પ્રકારનો કાગળ ચીન (China) થી મંગાવવામાં આવતો હોવાની વિગતો મળી છે. આ કાગળમાં RBI નો લોગો અને ભારતનું નામ પહેલેથી જ હોવાની શક્યતા છે.

કેન્દ્રીય એજન્સીઓની એન્ટ્રી: આ કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય લિંક્સ જણાતા NIA અને R&AW જેવી એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. તપાસમાં આરોપીઓના બેંક ખાતા, IT રિટર્ન અને ફોન કોલ ડિટેલ્સ (CDR) ની ઉંડી તપાસ કરવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Ahmedabad (અમદાવાદ) Ahmedabad Crime Branch (અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ) Economic Terrorism (આર્થિક આતંકવાદ) Fake Currency (નકલી નોટ)

Post navigation

Previous: ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
Next: ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
Follow

Recent Posts

  • અફઘાનિસ્તાને બદલો લીધો, પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના ISIS અડ્ડાઓ પર તડાતડ ડ્રોન એટેક
  • 2026માં 1.65 લાખ કરોડપતિ પોતાનો દેશ છોડશે, જાણો ક્યાં વસશે?
  • અમીર પરિવારના લોકો માટે સરળ છે MBBS… ડોક્ટરના દાવા પર શરૂ થઈ મોટી ચર્ચા
  • Vastu Tips: ડાઇનિંગ ટેબલ પર રાખેલી આ વસ્તુઓ બનાવી શકે છે કંગાળ, આજે જ હટાવો, વરસશે પૈસા!
  • ભારતની ડિજિટલ આઝાદી જોખમમાં? કોઈ અન્ય દેશ પાસે છે આપણી ‘ઓફ સ્વિચ’
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.