Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના મનકી બાત કાર્યક્રમ ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ
સાબરકાંઠા ના ગ્રામ જનો સાથે બેસીને નિહાળતા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

H S March 26, 2023
26 pm2

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના મન કી બાત ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ સાબરકાંઠા જિલ્લાના કાંકણોલ ના ગ્રામ જનો સાથે સહભાગી થઈને નિહાળ્યું હતું. 

મુખ્યમંત્રી શ્રી રવિવારે સવારે કાંકણોલ પહોંચ્યા હતા અને સ્વામી નારાયણ મંદિર માં ગ્રામજનો સાથે બેસીને વડાપ્રધાન શ્રીના મન કી બાત ના એપિસોડ નું જીવંત પ્રસારણ નિહાળવામાં ગ્રામ જનો સાથે જોડાયા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ને પોતાની સાથે બેસીને મન કી બાત માં સહભાગી થતા જોઈ ને ગ્રામજનો મુખ્યમંત્રીશ્રી ની સહજતા, મૃદુતા થી ભાવવિભોર થયા હતા અને ભારત માતા ના જયઘોષ થી સ્વાગત કર્યું હતું.


મન કી બાતના આ એપિસોડ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દેશવાસીઓને લોકોની સહાય માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરતા લોકો, અંગદાન, નારીશક્તિ, સ્વચ્છ ઊર્જા, એક ભારત શ્રેષ્ઠ ભારત, એકતા, ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં યોજાનાર સૌરાષ્ટ્ર – તમિલ સંગમ સંમેલન, કાશ્મીરના દલ તળાવમાં કમળકાકડીની ખેતી, કાશ્મીરના ડોડા જિલ્લામાં થતી લેવેન્ડરના ફૂલની ખેતી, કુપવડામાં માતા શારદાના નવનિર્મિત મંદીર વગેરે વિવિધ વિષયે વિસ્તૃત વાત કરી હતી.

Join Our WhatsApp Group


આ અવસરે સાબરકાંઠા જિલ્લાના સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ શિક્ષણમંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ, નગરપાલીકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, મહિલા અગ્રણી શ્રી કૌશલ્યા કુંવરબા વગેરે રાજકીય આગેવાનો પણ જોડાયા હતા.


કાંકણોલ ખાતે મન કી બાત નું પ્રસારણ જોવામાં પંચાયત અને ગ્રામ વિકાસ ના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, ગ્રામ વિકાસ કમિશનરશ્રી મિલિન્દ તોરવણે અને સચિવ શ્રી સંદિપ કુમાર સહિત જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન શાહ , જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Mann Ki Baat (મન કી બાત) Narendra Modi (નરેન્દ્ર મોદી)

Post navigation

Previous: અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
Next: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ઝાઝમ પ્રાથમિક શાળામાં બીએસએફ 194 બટાલિયન દ્વારા નાગરિક કાર્યવાહી (સીટીઝન એક્શન) કાર્યક્રમનું આયોજન(BSF 194 Battalion Citizen action)
Follow

Recent Posts

  • હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે રાધારાણીની પૂજા
  • નોર્વેમાં ભારતીય શખ્સને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કરવા પડ્યા બે વર્ષ ધક્કા, 6 લાખનો ખર્ચ
  • અમેરિકામાં NRI ના માતા-પિતાને ઇમિગ્રેશન ઓફિસરે માત્ર 2 મહિનાનો જ સ્ટે આપ્યો
  • ‘મોદીજી મિસાઇલ આપો, અમે પાકિસ્તાનને ઉડાડી દઈશું’ તાલિબાન
  • આર્મી ચીફ જનરલ ધિરજ સેથનો રશિયા પ્રવાસ: આર્મર અને એર ડિફેન્સ યોજનાઓ માટે કેમ છે મહત્વપૂર્ણ?
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.