ડલ્લાસમાં સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા દ્વારા નવરાત્રી
સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા ડલ્લાસ દ્વારા ૧૦ દિવસ નવરાત્રી ઉત્સવ નું આયોજન મંદિર ના હોલ માં કરવામાં આવ્યું હતું. દરરોજ વીક ડેના દિવસે 8 થી 10 વાગ્યા સુધી અને શુક્રવાર તેમજ શનીવારે ૮ વાગ્યાથી ૧ વાગ્યા સુધી ગરબા દાંડિયા ની રમઝટ બોલાવામાં આવતી હતી. દરરોજ અંબા માની પૂજા આરતી અને અર્ચના કરવામાં આવતી હતી તેમજ દરરોજ પ્રસાદ કરવામાં આવતો હતો. હોલ ની બહાર મંદિર માંજ બનેલ ખાવા પીવાના બૂથ આવેલ હોઇ દરરોજ આરતી માટે સ્પોન્સરર ગોઠવાયા હતા. ગુરુકુળમાં આરતી કરતા બહેનો અને ભાઈઓના જોવા મળતા હતા. દશેરા ની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી.