Skip to content
March 12, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

પહેલગામ હુમલાથી મિત્રો-દુશ્મનોની જાણ થઈ, સુરક્ષા માટે સતર્ક અને શક્તિશાળી બનવું પડશે: મોહન ભાગવત

Chief Editor October 3, 2025
RSS Sangh Vijaya Dashami Utsav Mohan Bhagwat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે કહ્યું, ‘પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને હિન્દુઓની હત્યા કરી. આપણી સરકાર અને સેનાએ તેનો જવાબ આપ્યો. આ ઘટનાથી આપણને મિત્ર અને દુશ્મનની જાણ થઈ.’

તેમણે કહ્યું કે આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમજ રાખવી પડશે. પહેલગામની ઘટના આપણને શીખવી ગઈ કે ભલે આપણે બધાની સાથે મિત્રતાનો ભાવ રાખીએ છીએ અને રાખીશું, પરંતુ આપણે આપણી સુરક્ષા પ્રત્યે વધુ સજાગ અને સમર્થ બનવું પડશે.

RSS પ્રમુખે આ વાત ગુરુવારે નાગપુરમાં વિજયાદશમી પર સંગઠનના શતાબ્દી સમારોહમાં કહી. તેમણે 41 મિનિટના ભાષણમાં સમાજમાં આવી રહેલા ફેરફારો, સરકારોનું વલણ, લોકોમાં બેચેની, પડોશી દેશોમાં ઉથલપાથલ, અમેરિકન ટેરિફનો ઉલ્લેખ કર્યો.

આ પહેલા ભાગવતે RSSના સંસ્થાપક ડો. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી. શસ્ત્ર પૂજન કર્યું. આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ હતા.

ભાગવતની સ્પીચની 4 મોટી વાતો, કહ્યું- અમેરિકન ટેરિફની અસર બધા પર
1. આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે: આજે આખી દુનિયામાં અરાજકતાનું વાતાવરણ છે. આવા સમયે આખી દુનિયા ભારત તરફ જુએ છે. આશાનું કિરણ એ છે કે દેશની યુવા પેઢીમાં પોતાના દેશ અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વધ્યો છે. સમાજ પોતાને સક્ષમ મહેસૂસ કરે છે અને સરકારની પહેલથી પોતે જ સમસ્યાઓનું નિદાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બુદ્ધિજીવીઓમાં પણ પોતાના દેશની ભલાઈ માટે ચિંતન વધી રહ્યું છે.’

2. દુનિયામાં તમે એકલા જીવી શકતા નથી: અમેરિકાએ જે નવી ટેરિફ નીતિ અપનાવી તેની અસર બધા પર પડી રહી છે. તેથી દુનિયામાં પરસ્પર સંબંધો બનાવવા પડે છે. તમે એકલા જીવી શકતા નથી, પરંતુ આ નિર્ભરતા મજબૂરીમાં ન બદલાઈ જાય. તેથી આપણે આને મજબૂરી ન બનાવતા આત્મનિર્ભર થવું પડશે.

3. હિંસા પરિવર્તનનો રસ્તો નથી: પ્રાકૃતિક ઉથલપાથલ પછી પડોશી દેશોમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક-ક્યારેક એવું થાય છે કે પ્રશાસન જનતાને ધ્યાનમાં રાખીને નીતિ નથી બનાવતું, તેમનામાં અસંતોષ હોય છે, પરંતુ તેનું આ રીતે સામે આવવું યોગ્ય નથી. આટલી હિંસા યોગ્ય નથી. લોકતાંત્રિક રીતે પરિવર્તન આવે છે.

4. હિંસક પરિવર્તનોથી અરાજકતાની સ્થિતિ બને છે: હિંસક પરિવર્તનોથી ઉદ્દેશ્ય મળતો નથી, પરંતુ અરાજકતાની સ્થિતિમાં બહારની તાકાતોને ખેલ રમવાનો મોકો મળી જાય છે. પડોશી દેશોમાં આવું થવું આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેઓ પહેલા આપણા લોકો જ હતા. પરિસ્થિતિ એવી છે કે સુખ-સુવિધા વધી, રાષ્ટ્ર નજીક આવ્યા, આર્થિક લેવડ-દેવડ દ્વારા નજીક આવ્યા. મનુષ્ય જીવનમાં જંગ અને કલહ ચાલી રહ્યા છે, હવે પરિવારોમાં પણ તૂટ આવી રહી છે.

About The Author

Chief Editor

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Mohan Bhagwat (મોહન ભાગવત) RSS (આરએસએસ)

Post navigation

Previous: અદાણી સહારાની લગડી સંપત્તિઓ હસ્તગત કરવા માટે તૈયાર
Next: ડલ્લાસમાં સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ સંસ્થા દ્વારા નવરાત્રી
Follow

Recent Posts

  • ગુજરાત બનશે એનર્જી હબ: 2047 સુધીમાં 187 GW રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક, ખેડૂતોને એક જ શિફ્ટમાં વીજળી મળશે
  • દાંડીકૂચ દિવસ: ગાંધીનગરનું ‘દાંડી કુટીર’ એટલે આધુનિક ટેક્નોલોજી અને સત્યાગ્રહના ઈતિહાસનો અદભૂત સંગમ
  • LPG સિલિન્ડરના કાળાબજારી કરનારા સાવધાન: કેન્દ્રનો રાજ્યોને કડક કાર્યવાહી અને સુરક્ષા વધારવા આદેશ
  • હોર્મુઝમાં ઈરાનની દાદાગીરી સામે UNSCમાં ભારત-અમેરિકા સહિત 135 દેશનો પ્રસ્તાવ
  • ઈરાનના હુમલાથી ભારત લાલચોળ: ગુજરાત આવી રહેલા જહાજ પર ફાયરિંગમાં 2 ભારતીયોના મોત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.