Dલ્લાસ, TX: VYO શ્રીનાથધામ હવેલી, શ્રીનાથધામ હવેલી, જે VYO USA દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના માર્ગદર્શન હેઠળ સ્થાપવામાં આવી છે, હવેલી ના ભાવુક active volunteers અને વૈષ્ણવો એ ભેગા મળી પુષ્ટિમાર્ગની ભક્તિના દીવાદાંડી, તાજેતરમાં જ ભવ્ય ઉત્સવોની શ્રેણી સાથે દિવાળી અને હિન્દુ નવા વર્ષની ઉજવણી કર્યા બાદ તુલસી વિવાહ ની ભવ્ય ઉજવણી કરી. એમાં ભજન કીર્તન મંડળી દ્વારા ઠાકોરજી ના ભજન કિર્તન અને વિવાહ ના ગાન સાથે ઠાકોરજી અને તુલસી જી ના વિવાહ ની પૂજન વિધિ કરી ઉત્સવ ની ઉજવણી કરી. VYOE ના 3-16 વર્ષ ના બાળકો તુલસી વિવાહ સુ છે અને કેમ ઉજવીએ છે તે class અને ઉત્સવ દરમ્યાન શીખ્યા. ત્યારબાદ ઘણી મોટી સંખ્યા માં સર્વે વૈષ્ણવ જન પ્રસાદી લીધી.

