Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

ગુજરાત વેટરનરી કાઉંન્સીલની પુન:રચના કરી ૧૨ સભ્યોની કરાઈ નવનિયુક્તિ: પુન:રચના બાદ આજે કાઉન્સિલની પ્રથમ બેઠક મળી

H S May 25, 2023

રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાત વેટરનરી કાઉંન્સીલની તાજેતરમાં જ પુન:રચના કરી કુલ ૧૨ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. નિયુક્તિ બાદ તા.૨૫મી મે, ૨૦૨૩ના રોજ કાઉન્સિલના સભ્યશ્રીઓની પ્રથમ બેઠક મળી હતી. બેઠક બાદ તમામ સભ્યશ્રીઓએ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. મંત્રીશ્રીએ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવીને રાજ્યના પશુચિકિત્સકો અને પશુપાલકોના કલ્યાણ માટે રચનાત્મક કામ કરવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત રાજ્યમાં પશુસારવાર સાથે સંકળાયેલ પશુચિકિત્સકો યોગ્ય માપદંડ મુજબ પશુઓનાં આરોગ્યની જાળવણી કરે, તેનું નિયમન તેમજ નવી શોધાતી વૈજ્ઞાનિક પદ્ધતિઓની જાણ સમયાંતરે રાજ્યનાં પશુચિકિત્સકોને મળતી રહે, તે માટે ઇન્ડિયન વેટરનરી કાઉન્સિલ એક્ટ-૧૯૮૪ હેઠળ ગુજરાત વેટરનરી કાઉંન્સીલની રચના કરવામાં આવી છે. આજે નવનિયુક્ત સભ્યોની પ્રથમ બેઠક પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની એસ. ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તમામ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાઉન્સિલના નિયમોનુસાર આ બેઠકમાં પ્રમુખ તરીકે નિવૃત નાયબ પશુપાલન નિયામક ડૉ. બી. ડી. પટેલ અને ઉપપ્રમુખ તરીકે વેટરનરી ક્લિનિકલ કોમ્પેલ્ક્ષ વેટરનરી કોલેજ-આણંદના એસો.પ્રોફેસર અને હેડ ડૉ. કે. કે. હડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ગુજરાતના ખેત પેદાશો આયાત કરવા યુનાઈટેડ અરબ એમિરેટ્સ તત્પર:ગાંધીનગર ખાતે યુ.એ.ઈ પ્રતિનિધિ મંડળે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરી
Next: વડોદરાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદમાં નર્મદા કિનારે ગંગા દશહરા મહોત્સવમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ
Follow

Recent Posts

  • ISI ના નિશાના પર હતું દિલ્હીનું ઐતિહાસિક મંદિર અને હરિયાણાનો સૈન્ય કેમ્પ, સ્પેશિયલ સેલનો મોટો ખુલાસો
  • નાસિક TCS ધર્માંતરણ કેસમાં 25 દિવસથી ફરાર મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ
  • ક્રુઝ શિપમાં હંતા વાયરસથી ત્રણનાં મોત, 12 દેશમાં ફેલાયો
  • ચાંદખેડા રોડ-સાબરમતી ‘D’ કેબિન નવી બ્રૉડ ગેજ Y-કનેક્ટિવિટી લાઈનનું CRS નિરીક્ષણ સફળતાપૂર્વક સંપન્ન
  • અપગ્રેડેડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં ઓગસ્ટથી ટ્રેનોનું શિફ્ટિંગ શરૂ થશે
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.