5-8-2022
આઝાદીના અમૃતમહોત્સવ ના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે “હર ઘર ત્રિરંગા” અંતર્ગત ઘરે-ઘરે ત્રિરંગો લગાવવાનું આહવાન કરેલ છે, તે સંદર્ભે આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા

દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રા યોજીને શહેરમાં તારીખ 13થી 15 ઓગષ્ટ સુધી હરએક ઘર ઉપર ત્રિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું જેમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડે.મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, ભાજપા શહેર અધ્યક્ષ શ્રી રૂચિરભાઈ ભટ્ટ, મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ, યુવા મોરચો, કાર્યકર્તાઓ તેમજ જાહેર જનતા ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
