Breaking News

dhurandhar set in thailand Ahmedabad Threat to blow up famous schools in Amit Shah s Lok Sabha constituency 4-pedestrians-killed-after-being-hit-by-truck-driver-in-morbi

ભારતમાં અયોધ્યા માં ૨૨મી જાન્યુઆરી  ૨૦૨૪ ના પવિત્ર દિવસે આપણે જેની આતુરતા થી રાહ જોતા હતા એ રામ મંદિરમાં શ્રી રામલલાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ રંગેચંગે અજવાયો હતો ત્યારે…અમેરીકાના વર્જીનીયાના  હેમ્પટન રોડ ખાતે તારીખ ૨૦મી જાન્યુઆરી એ અત્રેના હીન્દુ ટેમ્પલ ખાતે પણ અયોધ્યાથી આવેલ પવિત્ર ધજા સાથે ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઘણા ભાવિકોએ ભાગ લીધો હતો… અને જયશ્રી રામના નારા સાથે ધ્વજ ની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગ ને અનુંલક્ષીને હીન્દુ ટેમ્પલમાં ‘ સુંદરકાંડ ‘ પાઠનું આયોજન સેક્રેટરી શ્રી મનન શાહ ની આગેવાની માં કરવામાં આવ્યું હતું. જેમાં સંગીત નીમેષભાઈ એ પીરસ્યું હતું. તેમજ કર્ણપ્રીય અવાજ શ્રી જયેશભાઈ શાહે આપ્યો હતો….વિનયભાઈ,સંજયભાઈ,(કુમાર) મયંકભાઈ,પિયુષા ગજ્જર, ચારૂબેન પટેલે સાથે આપ્યો હતો. આ પાઠમાં હાજર સૌ દર્શનાર્થીઓ એ ભાગ લીધો હતો.

           ( તસ્વિર અને માહિતી સૌજન્ય:- કાંતિભાઈ મિસ્ત્રી. અમેરીકા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: