Skip to content
March 2, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • Business
    • Economy
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

અમૃતકાળમાં ખેતી : હવામાન બદલાવમાં કુશળ ખેતી:-પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

H S June 6, 2023
21 bus 19

……
આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી ઉપયોગી બનશે:-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
……
નેશનલ કાઉન્સીલ ફોર ક્લાયમેટ ચેંજ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ દ્વારા પ્રકાશિત પુસ્તક ખેતી ક્ષેત્ર માટે માર્ગદર્શક બનશે
……

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ સચિવશ્રી ડૉ. કિરીટ શેલત અને ફ્લોરીડા એગ્રી. યુનિવર્સિટીના ડૉ. ઓડમેરિ લિખીત-સંપાદિત પુસ્તક અમૃતકાળમાં ખેતી: હવામાન બદલાવમાં કુશળ ખેતીનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.
નેશનલ કાઉન્સીલ ફોર ક્લાયમેટ ચેન્જ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દવાથી માંડીને ડિફેન્સ ક્ષેત્રે દેશને આત્મનિર્ભરતાના માર્ગે વાળ્યો છે.
એટલું જ નહિ, રાસાયણીક ખાતરમુકત પ્રાકૃતિક ખેતી, ગ્રીન-ક્લિન એનર્જી, જમીન બચાવવાના ઉપાયો તથા ગાય આધારિત કૃષિ પદ્ધતિના નવતર અભિગમ પણ તેમણે દેશની આત્મનિર્ભરતા માટે અને નાનામાં નાના માનવીના હિતની, પ્રજાની પ્રાયોરિટીની ચિંતા કરીને આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ દેશના ભવિષ્યનો વિચાર કરીને આગળનો રોડમેપ તૈયાર કરવા આત્મનિર્ભરતાનો કોલ આપ્યો છે. પ્રાકૃતિક ખેતી અને બેક ટુ બેઝિકનો કોન્સેપ્ટ આમાં ઉપયોગી બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ અમૃતકાળમાં ખેતી: હવામાન બદલાવમાં કુશળ ખેતી પુસ્તકનો રાજ્યના કૃષિક્ષેત્ર માટે યોગ્ય ઉપયોગ કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી.
કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે હવામાન બદલાવ સામે ખેતી ટકાવી રાખવાનું ગહન માર્ગદર્શન આ પુસ્તિકા આપશે તેમ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું.
રાજ્યમાં કૃષિ વિભાગને નિતી નિર્ધારણમાં આ પુસ્તક ઉપયોગી બનશે અને સરવાળે રાજ્યની ખેતી સુદ્રઢ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
પુસ્તકના લેખક ડૉ. કિરીટ શેલતે કૃષિક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના પ્રેરક સૂચનો-સૂઝાવો રજૂ કર્યા હતા.
સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ તથા કૃષિતજ્જ્ઞો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં ધોલેરા એરપોર્ટનું કાર્ય પૂર્ણ થઈ જશે: ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત
Next: બાળકોના શાળા પ્રવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશેઃ- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
Follow

Recent Posts

  • સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા
  • ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર
  • ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી
  • કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું
  • US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • Business
  • World
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.