World

‘કોહિનૂર’ ભારતને પાછો આપો: ઝોહરાન મમદાનીએ કિંગ ચાર્લ્સ પાસે હીરાની માંગ કરી

Kohinoor Diamond | ન્યૂયોર્ક (New York) સિટીના એસેમ્બલી મેમ્બર ઝોહરાન મમદાનીએ (Zohran Mamdani) સાબિત કરી દીધું છે કે, ભલે તેમનો ઉછેર અમેરિકા (America) માં થયો હોય, પરંતુ તેઓ પોતાની ભારતીય પરંપરાઓ અને વારસાને ભૂલ્યા નથી.

બ્રિટનના (Britain) રાજા કિંગ ચાર્લ્સ તૃતીય (King Charles III) હાલમાં અમેરિકાના પ્રવાસે છે, ત્યારે મમદાનીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે જો તેમની મુલાકાત રાજા સાથે થશે, તો તેઓ માત્ર ઔપચારિક વાતો નહીં કરે પરંતુ ભારતનો હક માંગશે.

એક પ્રેસ કોન્ફરન્સ (Press Conference) દરમિયાન જ્યારે મમદાનીને પૂછવામાં આવ્યું કે, જો તેઓ કિંગ ચાર્લ્સને મળશે તો શું કહેશે? ત્યારે તેમણે મુત્સદ્દીગીરી છોડીને સીધો જ કોહિનૂર હીરાનો (Kohinoor Diamond) મુદ્દો ઉઠાવ્યો હતો. મમદાનીએ કોઈપણ ખચકાટ વિના કહ્યું કે, “જો હું રાજા સાથે વાત કરું… તો હું કદાચ તેમને ભારતનો કોહિનૂર હીરો પરત કરવા માટે કહીશ.”

નોંધનીય છે કે, મમદાનીના માતા અને જાણીતા ફિલ્મ નિર્દેશક મીરા નાયર (Mira Nair) ભારતમાં જન્મ્યા હતા. ઝોહરાન મમદાનીના આ નિવેદને ફરી એકવાર બ્રિટિશ સામ્રાજ્યના કાળા ભૂતકાળની ચર્ચાઓ જગાવી છે.

જ્યારે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા (Queen Camilla) ન્યૂયોર્કના વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર (One World Trade Center) ખાતે 11 સપ્ટેમ્બર (11 September)ના હુમલાની 25મી વરસીમાં હાજરી આપવા પહોંચ્યા, ત્યારે આ નિવેદન સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયું હતું.

કોહિનૂરનો ઈતિહાસ: કોહિનૂર માત્ર એક કિંમતી પથ્થર નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે. આ હીરો ભારતની પ્રસિદ્ધ કોલ્લૂર (Kollur) ખાણમાંથી મળી આવ્યો હતો. મૂળ સ્વરૂપે તે અંદાજે 186 કેરેટનો (Carat) હતો. વર્ષ 1849 માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ (Anglo-Sikh War) બાદ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ (East India Company) માત્ર 10 વર્ષના મહારાજા દલીપ સિંહ પાસે બળજબરીથી લાહોરની સંધિ (Treaty of Lahore) પર હસ્તાક્ષર કરાવી આ હીરો પડાવી લીધો હતો.

વર્તમાન સ્થિતિ : આજે આ 105.6 કેરેટનો હીરો બ્રિટિશ રાજવી પરિવારના તાજની શોભા વધારી રહ્યો છે અને તેને ‘ટાવર ઓફ લંડન’ (Tower of London) માં રાખવામાં આવ્યો છે. ભારત સરકાર અને અસંખ્ય ભારતીયો તેને લૂંટાયેલો ખજાનો માને છે. બ્રિટિશ સરકાર ભલે તેને કાયદેસરની ભેટ ગણાવતી હોય, પરંતુ ઈતિહાસકારોના મતે બાળક પાસેથી દબાણ હેઠળ લેવાયેલી વસ્તુ ક્યારેય કાયદેસર હોઈ શકે નહીં. મમદાનીના અવાજે ગ્રીસ (Greece) અને આફ્રિકા (Africa) જેવા દેશોની માંગને પણ બળ આપ્યું છે, જેઓ પોતાની ઐતિહાસિક વસ્તુઓ બ્રિટન પાસેથી પરત માંગી રહ્યા છે.

Chief Editor

Recent Posts

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

17 hours ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

19 hours ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

1 day ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

1 day ago

મોદીની ચમચાગીરી ભારે પડી

મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…

1 day ago

₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! જાણો નવા નિયમો

UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…

1 day ago