Digital Gujarat Services | મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) નાગરિકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સરકારી સેવાઓ વધુ સરળ, પારદર્શક અને ઝડપી (Fast) બનાવવા માટે ‘Digital Gujarat’ પોર્ટલ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ‘Top-20’ હાઈ-વોલ્યુમ સેવાઓ (High-volume services) ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાત વહીવટી સુધારણા આયોગ-GARC ની ભલામણોને સ્વીકારીને આ સેવાઓ માટે હવે આધાર પ્રમાણીકરણ (Aadhaar Authentication) પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.
આ પ્રક્રિયા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર OTP દ્વારા અથવા જ્યાં સુવિધા હોય ત્યાં બાયોમેટ્રિક (Biometric) પદ્ધતિ વડે કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ડુપ્લીકેશન (Duplication) અટકાવીને માત્ર સાચા લાભાર્થીઓને જ યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે, એકવાર આધાર પ્રમાણીકરણ સફળતાપૂર્વક થઈ ગયા પછી નાગરિકોએ પોતાની ઓળખ (Identity) અથવા રહેઠાણના પુરાવા (Address Proof) માટે અન્ય કોઈ વધારાના પેપર દસ્તાવેજો આપવાની જરૂર રહેશે નહીં, જેનાથી અરજી પ્રક્રિયા પેપરલેસ (Paperless) બનશે.
જો કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ (Aadhaar Card) ન હોય અથવા ટેકનિકલ કારણોસર પ્રમાણીકરણ નિષ્ફળ જાય, તો પણ તેમને વૈકલ્પિક પુરાવાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે. ડેટા સુરક્ષા (Data Security) માટે સિસ્ટમમાં માત્ર Masked Aadhaar એટલે કે છેલ્લા 4 આંકડા જ જોઈ શકાશે.
‘Top-20’ સેવાઓમાં આવકનો દાખલો (Income Certificate), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (Non-Creamy Layer), SC/ST અને SEBC ના જાતિના દાખલા, EWS પ્રમાણપત્ર તેમજ રેશનકાર્ડમાં (Ration Card) નામ ઉમેરવા, કમી કરવા કે નવા રેશનકાર્ડ બનાવવા જેવી મહત્વની સેવાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સોગંદનામું (Affidavit) અને નકલ (Copy) મેળવવા જેવી પ્રક્રિયાઓ પણ હવે ડિજિટલ માધ્યમથી વધુ વિશ્વસનીય બનશે.
Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…
મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…
UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…