શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
વિશ્વના ૧૦૮ દેશોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ICAના ડાયરેક્ટર પદે ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા
ઐતિહાસિક સફળતા નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો
***
ભારતીય સહકાર ચળવળના અગ્રણી અને ઇફ્કો (IFFCO)ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી પનામા ખાતે યોજાયેલી ચૂંટણીમાં વિશ્વના ૧૦૮ દેશોનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા ‘ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ’ (ICA)ના ડાયરેક્ટર પદે ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. વૈશ્વિક ફલક પર ભારત અને ગુજરાતનું ગૌરવ વધારતી આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અડાલજ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમનો ભવ્ય અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે, સંબોધન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સબળ નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે નિર્માણ પામેલા અનુકૂળ વાતાવરણના પરિણામે જ આજે ભારતીય નેતૃત્વને આંતરરાષ્ટ્રીય મંચ પર આવી ઐતિહાસિક સફળતાઓ મળી રહી છે. તેમણે વર્ષ ૧૯૭૮થી ૨૦૨૬ સુધીની શ્રી દિલીપભાઈ સંઘાણીની પાંચ દાયકા લાંબી સમાજ અને સહકાર ક્ષેત્રની સમર્પિત સેવાયાત્રાને બિરદાવી હતી. વધુમાં, તેમના ૪૨ સભ્યોના સંયુક્ત પરિવારની ‘વસુધૈવ કુટુંબકમ્’ની પ્રાચીન ભારતીય ભાવનાની પ્રશંસા કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં ઇફ્કો (IFFCO) દ્વારા નોંધાવવામાં આવેલી અભૂતપૂર્વ પ્રગતિ અને સફળતાએ શ્રી દિલીપભાઈની કાર્યકુશળતા અને ઉત્કૃષ્ટ વહીવટી ક્ષમતાનું પ્રત્યક્ષ પરિણામ છે અને તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે.
આ ભવ્ય સમારોહમાં રાજકીય, સહકારી અને વ્યાપારિક ક્ષેત્રના અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, અગ્રણી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ કે.સી.એમ. અને અન્નપૂર્ણા ધામના પ્રમુખ શ્રી નરહરીભાઈ અમીન, પૂર્વ મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડીયા તેમજ અગ્રણી શ્રી પ્રશાંત કોરાટ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), અમદાવાદ બિલ્ડર એસોસિએશન (ABA), સમસ્ત પાટીદાર સમાજ અને ‘ધ ડાયસ્ટફ્સ એસોસિએશન’ સહિત વિવિધ સહકારી અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી દિલીપભાઈ સંઘાણીને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી આ ભવ્ય સફળતા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…
ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…
अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…
Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ડિસેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકી હુમલાનો લાભ લઈને વળતર…
Illegal Voting | अमेरिका के 2024 के राष्ट्रपति चुनाव में अवैध रूप से मतदान करने…