NRI

અમેરિકામાં H-1B Visa યુગનો અંત લાવવાનો સમય આવી ગયો છે: ટેક વિશ્લેષક વિવેક વાધવા

ભારતીય-અમેરિકન ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક, શૈક્ષણિક અને જાણીતા ઇમિગ્રેશન સંશોધક વિવેક વાધવા (Vivek Wadhwa) એ યુનાઇટેડ સ્ટેટ્સ (United States) સરકારને વર્તમાન H-1B વિઝા (H-1B Visa) પ્રોગ્રામ નાબૂદ કરી તેની જગ્યાએ એક નવી સ્કિલ-આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ (Skilled Immigration System) લાવવા અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલી એક લાંબી પોસ્ટમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે કાર્યક્રમે એક સમયે અમેરિકન ઇનોવેશન (Innovation) અને ટેક્નોલોજી ક્ષેત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તે હવે દુરુપયોગ, શોષણ અને દશકો લાંબા ગ્રીન કાર્ડ બેકલોગ (Green Card Backlog) ને કારણે તદ્દન ખોરવાઈ ગયો છે.

વિવેક વાધવા (Vivek Wadhwa) એ સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં H-1B વિઝા (H-1B Visa) એ અમેરિકાને (America) ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વગુરુ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. પરંતુ સમય જતાં કેટલીક અનૈતિક સ્ટાફિંગ કંપનીઓ અને “બોડી શોપ્સ” (Body Shops) એ આ નિયમોનો ખોટો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું, જેના કારણે આખી વ્યવસ્થા ભ્રષ્ટ થઈ ગઈ.

આ સિવાય, રોજગાર આધારિત ગ્રીન કાર્ડ (Green Card) મેળવવામાં થતા 20 થી 30 વર્ષના વિલંબને કારણે હજારો કુશળ વ્યાવસાયિકો દશકો સુધી અશાંતિ અને અનિશ્ચિતતામાં જીવવા મજબૂર બને છે.

તેમણે ઉમેર્યું કે હવે આ તૂટેલી સિસ્ટમને (System) નાના-મોટા સુધારા કરીને પેચ (Patch) કરવાનો કોઈ અર્થ નથી. કોંગ્રેસે (Congress) H-1B વિઝા (H-1B Visa) નાબૂદ કરીને ભવિષ્ય માટે એક નવી સ્કિલ્ડ-ઇમિગ્રેશન સિસ્ટમ (Skilled Immigration System) ની રચના કરવી જોઈએ.

આ નવી નીતિ હેઠળ, અમેરિકાએ (America) વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, સંશોધકો અને સાહસિકોને આકર્ષવા જોઈએ અને તેમને દશકોની અનિશ્ચિતતાને બદલે આદર અને સ્વતંત્રતા આપવી જોઈએ.

તેમણે એ વાત પણ સ્વીકારી કે H-1B વિઝા (H-1B Visa) ના કારણે કેટલાક સ્થાનિક અમેરિકન કર્મચારીઓને (American Workers) ચોક્કસપણે ગેરફાયદો થયો છે.

આ વિવાદને માત્ર ભારતીયો (Indians) પ્રત્યેની નફરત કે રંગભેદ તરીકે ન જોવો જોઈએ. અમેરિકનો (Americans) ભારતીયોથી નફરત નથી કરતા, પરંતુ તેઓ સિસ્ટમના (System) થતા ગેરકાનૂની દુરુપયોગનો વિરોધ કરી રહ્યા છે.

આ સિવાય વાધવા (Vivek Wadhwa) એ અમેરિકામાં (America) નોકરીઓનું સર્જન કરતા ઉદ્યોગસાહસિકો માટે એક વિશેષ ‘સ્ટાર્ટઅપ વિઝા’ (Startup Visa) શરૂ કરવાની માંગ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે જો H-1B પ્રોગ્રામમાં સુધારો કરવામાં આવે અથવા તેને બંધ કરવામાં આવે, તો ભારત (India) તેનો અણધાર્યો વિજેતા બનશે.

કારણ કે ભારતના (India) તેજસ્વી યુવાનો વિદેશ જવાને બદલે પોતાના દેશમાં રહીને નવી કંપનીઓ બનાવશે અને સ્થાનિક સ્તરે રોજગારનું સર્જન કરશે.

Chief Editor

Recent Posts

જેન્સન હુઆંગ ફરી NVIDIAના CEO

NVIDIAના શેર પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં લગભગ 29.5 ટકા વધ્યા હતા જેન્સન હુઆંગ ના ની ફરી એનવીડિયામાં…

19 hours ago

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધાની નોંધ

અમદાવાદ રેલવે સ્ટેશન પર એલિવેટેડ રોડ બંધ, પાર્કિંગ સુવિધા સાઉથ MMTH ભવનમાં સ્થળાંતરિત અમદાવાદ રેલવે…

1 day ago

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આસ્થા અને ભક્તિના ઉત્સવ સાથે શિક્ષણ અને વિકાસનો સમન્વય “વિકાસ ભી, વિરાસત ભી”નું ઉદાહરણ -…

1 day ago

સુરક્ષિત ભંડારણ, સ્માર્ટ પરિવહન અને સામૂહિક વિકાસ’

ચંદીગઢમાં અમદાવાદ, અંબાલા અને ફિરોઝપુર રેલવે મંડળો તથા કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) દ્વારા ‘ટ્રેડ મીટ…

1 day ago

ટેક્સાસ…ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો

ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…

3 days ago

ગુજરાત અને આસામ વચ્ચે આર્થિક સહયોગને મળશે નવી ગતિ

 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…

3 days ago