
Mckinney , Texas માં આવેલા ભગવાન શ્રી ગોવર્ધન નાથજી મંદિર માં ભવ્ય જલેબી અન્નકૂટ ઉત્સવ ની ઉજવણી કરાઇ હતી. મદિર તાજેતરમાં જ ,બીજી નવેમ્બર માં જ ખુલ્લા મુકાયેલા યમુના નિકુંજ- , શ્રી ગોવર્ધન નાથજી મંદિર માં છેલ્લા દોઢ માસમાં આંઠ કરતાં વધુ , વખત સત્સંગ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ભવ્ય તુલસીવિવાહ સાથે ઠાકોરજીના પ્રથમ દર્શન , શ્રી ગોકુલનાથજીનો પ્રાગટ્ય મહાઉત્સવ , Thanksgivingનો રજાનો દિવસ હોવા છતાં, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, શ્રી યમુનાષ્ટકના અખંડ પાઠ, 41 પદ નું પઠન , કિર્તન , ભજન સુર સંધ્યા, શ્રીનાથજી ચરિત્રામૃત કથા વાર્તા વાંચન, સાથે નિયમિત થતા એકાદશીના સત્સંગ યોજાયા હતા. તા,13, ડિસેમ્બરે વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુંસાઈજીના પ્રાગટ્ય દિને ભવ્ય જલેબી અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં દૂર દૂરથી વૈષ્ણવો વિશાળ સંખ્યામાં આવ્યા હતા.
મંદિરમાં બિરાજતા ઠાકોરજીની સન્મુખ ચારે બાજુ જલેબીની છાબો, અદભુત શ્રીંગાર અને મુખ્યાજી ના શ્રીહસ્તે પ્રથમ દિવ્ય આરતીનો વૈષ્ણવોએ લાભ લીધો હતો. સાથે ભજન , કીર્તન, ગરબા અને જલેબીની પ્રસાદી સાથે ભાવ વિભોર થઇ વૈષ્ણવોએ આનંદ માણ્યો .

આ મંદિરની વિશેષતા માં ,મુખ્ય પ્રવેશદ્વાર પાસે દિવાલ ઉપર ગિરિકંદરામાંથી પ્રગટ થયેલ શ્રી ગોવર્ધનનાથજી નું હાથેથી પેઇન્ટ કરાયેલ ચિત્રજી , મંદિરના નિજ દ્વાર પર અષ્ટસખા , અને યમુનાષ્ટકના બધાજ શ્લોકના વર્ણન કરતાહાથેથી પેઇન્ટ કરેલા ચિત્રજી, બહાર વિશાળ જગ્યામાં ભવિષ્યમાં તૈયાર થનાર શ્રી ગિરિગોવર્ધન,- ગિરિરાજજી વૈષ્ણવોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે .અહીં પુષ્ટિમાર્ગના દરેક ઉત્સવ, સત્સંગ જે દિવસે આવે તે દિવસે જ ઉજવવામાં આવે છે, જે પ્રણાલિકા છેલ્લા ચાલીસ વર્ષથી વૈષ્ણવ મિલને જાળવી રાખેલ છે . આગામી મકરસંક્રાંતિએ પાર્કમાં પતંગોત્સવનું પણ આયોજન કરવામાં આવેલ છે.