Suvendu Adhikari Oath
Suvendu Adhikari Oath | પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં 9 May 2026 ના રોજ એક નવો અધ્યાય લખાઈ ગયો છે. ભાજપના દિગ્ગજ નેતા શુવેન્દુ અધિકારીએ (Suvendu Adhikari) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી (Chief Minister) તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
આ સાથે જ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો અને ભાજપ યુગની શરૂઆત થઇ છે. રાજ્યપાલે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
આ હાઇ-પ્રોફાઇલ સમારોહમાં વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સહિત NDA શાસિત 20 થી વધુ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.
કાર્યક્રમ દરમિયાન PM મોદીએ બંગાળ ભાજપના સૌથી જૂના કાર્યકર માખણલાલ સરકારના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
શુવેન્દુ અધિકારીની સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, નિશીથ પ્રમાણિક, અશોક કીર્તિનિયા અને ખુદીરામ ટૂડું જેવા 5 મહત્વના નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં ‘સોનાર બાંગ્લા’ની (Sonar Bangla) ઝલક રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને, રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા 200 થી વધુ લોકોના પરિવારોને સન્માનપૂર્વક આમંત્રિત કરવામાં આવ્યા હતા. સુરક્ષા માટે બ્રિગેડ ગ્રાઉન્ડને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું, જ્યાં 50000 થી વધુ લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સુરતી લેવા પાટીદાર સમાજના લાભાર્થે ૨૭ મી સપ્ટેમ્બર ના રોજ કિર્તીદાન ગઢવી ના અમેરિકામાં ગરબા…
અદાણીના મુંબઈ એરપોર્ટના પુનઃવિકાસ (Redevelopment) અંગે શા માટે વિવાદ અદાણી સંચાલિત MIAL એ 25 ઓક્ટોબરથી…
પ્રવાસના પ્રથમ તબક્કામાં સભ્યો Hagerman National Wildlife Refuge પહોંચ્યા હતા ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો (GSSP)…
અમેરિકાના કેલિફોર્નિયામાં SFO ખાતે નવનિયુક્ત કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત યોજાયું. સી. પટેલ (ફ્રીમોન્ટ)…
ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી…
Norwalk Navratri Schedule | अमेरिका के कैलिफोर्निया स्थित नॉरवॉक के प्रसिद्ध राधाकृष्ण मंदिर (12634 Pioneer…