Uttarakhand Car Accident | ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગંગનાની નજીક ગુજરાતી યાત્રાળુઓને લઈ જતી ઈનોવા કાર (UK-08-T9A-6040) કાબૂ ગુમાવી ઊંડી ખીણમાં ખાબકીને ભગીરથી નદીમાં ગરકાવ થઈ હતી.
આ કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેઓ ગંગોત્રી ધામનાં દર્શન માટે જઈ રહ્યા હતા. અકસ્માતમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે અને અન્ય 2 લોકો લાપતા હોવાની આશંકા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
નદીના તેજ પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જળ પોલીસ અને ગોતાખોરોની મદદથી લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હતા. તેઓ ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગંગનાની નજીક આ દુર્ઘટના બની હતી. મુસાફરોની સત્તાવાર ઓળખની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ, કાર કયા કારણોસર કાબૂ બહાર ગઈ અને નદીમાં ખાબકી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
1. શ્રીમતી પટેલ અશોકબેન, ઉંમર ૪૯ વર્ષ, રહે. ૨ સ્ટાર, શિવાલિક રેસિડેન્સી, લલિતા ચોકડી, કતારગામ, સુરત શહેર, ગુજરાત.
2. સુશ્રી રુતિકા પટેલ, ઉંમર ૧૯ વર્ષ, રહે. ૨ ફ્લોર, શિવાલિક રેસિડેન્સી, લલિતા ચોકડી, કતારગામ, સુરત શહેર, ગુજરાત.
3. શ્રી ઘનશ્યામભાઈ સરવાળિયા, ઉંમર ૩૨ વર્ષ, ગુજરાત.
4. શ્રી સુરેન્દ્રસિંહ, ઉંમર અસ્પષ્ટ, રહે. હરિદ્વાર.
1. શ્રી પટેલ વૈભવ અશોકભાઈ, ઉંમર ૪૭ વર્ષ, રહે. ૨ સ્ટાર, શિવાલિક રેસિડેન્સી, લલિતા ચોકડી, કતારગામ, સુરત શહેર, ગુજરાત. (તેમને હેલિકોપ્ટર મારફતે અન્ય સ્થળે સારવાર માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.)
1. શ્રીમતી પટેલ સુજાતાબેન અશોકભાઈ, ઉંમર ૪૫ વર્ષ, રહે. ૨ સ્ટાર, શિવાલિક રેસિડેન્સી, લલિતા ચોકડી, કતારગામ, સુરત શહેર, ગુજરાત.
2. શ્રીમતી પટેલ કિરણબેન વિશાલભાઈ, ઉંમર ૩૪ વર્ષ, રહે. સરસ્વતીધામ, પીપળે, સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નિકાસ પ્રક્રિયા’ને સંસ્થાકીય મજબૂતી આપવાની દિશામાં ઐતિહાસિક નિર્ણય ----- ગુજરાત સરકારે…
पश्चिम रेલ્વે ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તેનો ૭૬મો સ્થાપના દિવસ ઉજવી રહી છે पश्चिम रेલ્વે…
અમદાવાદ મંડળે દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત યાત્રા માટે કરી વ્યાપક…
એકતાનગર ખાતે ‘ભારત પર્વ 2026’માં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની ભવ્ય ઉજવણી; પ્રથમ ત્રણ દિવસમાં…
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ટેકનોલોજી-આધારિત સ્ટાર્ટ-અપ્સ માટે ગ્રોથ ફંડનું લોન્ચિંગ જીનટેક…