Surat Airport Drugs | સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ (Surat International Airport) પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ સ્મગલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં સીટ અને કુશન (Cushion) નીચે છુપાવેલો આશરે 7 કિલો હાઇડ્રોપોનિક ગાંજો (Hydroponic Ganja) જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ માદક દ્રવ્યોની કિંમત લાખો રૂપિયા આંકવામાં આવી રહી છે.
કસ્ટમ વિભાગના સઘન સર્ચ ઓપરેશન (Search Operation) દરમિયાન 6,933 ગ્રામ જેટલો પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. આ મામલે હરિયાણા અને ઉત્તર પ્રદેશના કુલ 4 આરોપીઓની NDPS એક્ટ હેઠળ ધરપકડ (Arrested) કરવામાં આવી છે. અધિકારીઓ હવે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ (Drug Cartel) ના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહ્યા છે.
આ ઘટના બાદ સુરત એરપોર્ટ પર ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (International Flights) માટે ચેકિંગના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. સ્મગલરોએ જે રીતે ફ્લાઇટની અંદર સીટ નીચે ડ્રગ્સ છુપાવ્યું હતું, તેનાથી સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. આ મામલે સુરતમાં કોને ડિલિવરી કરવાની હતી તે દિશામાં પૂછપરછ ચાલુ છે.
