Railway Update

વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન

 

અમદાવાદ: ભારતીય રેલવેએ ફરી એકવાર માનવતાની સેવા અને જીવન બચાવવાની પોતાની પ્રતિબદ્ધતાને સાકાર કરતાં વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદય (Live heart)ના ઝડપી પરિવહનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આજે, 01 નવેમ્બર, 2026ના રોજ ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયનું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરત રેલવે સ્ટેશન પરથી મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસના કોચ નંબર C-12 માં નિર્ધારિત સમયે જીવંત હૃદયને સુરક્ષિત રીતે ચઢાવવામાં આવ્યું હતું. આ જીવંત હૃદયને ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત થી અમદાવાદ લાવવામાં આવ્યું હતું. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર રેલવેના વાણિજ્ય વિભાગના કર્મચારીઓ, આરપીએફ, જીઆરપી અને રાજ્ય પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર બનાવીને હૃદયને અત્યંત ઓછા સમયમાં યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
આ હૃદયનું પ્રત્યારોપણ અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા કરવામાં આવશે.

અમદાવાદના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે જીવંત હૃદયના ઝડપી અને સુરક્ષિત પરિવહન માટે વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો આ ત્રીજો પ્રસંગ છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે ભારતીય રેલવેની આધુનિક, ઝડપી અને સમયપાલન કરતી સેવાઓ હવે માત્ર મુસાફરોની સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ કટોકટીની તબીબી સેવાઓમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

હૃદય પ્રત્યારોપણની પ્રક્રિયામાં અંગદાનથી લઈને અંગના પ્રત્યારોપણ સુધીનો સમય અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. તબીબી દૃષ્ટિએ દાતાના હૃદયનું નિર્ધારિત સમયમર્યાદામાં પ્રત્યારોપણ કરવું આવશ્યક છે. આવી પરિસ્થિતિમાં વંદે ભારત એક્સપ્રેસ જેવી ઝડપી અને સમયબદ્ધ રેલ સેવા દાનમાં મળેલા અંગોના ત્વરિત પરિવહનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને દર્દીઓને નવું જીવન પ્રદાન કરવાનું માધ્યમ બની રહી છે.

પશ્ચિમ રેલવેએ આ સંવેદનશીલ અભિયાનને સફળ બનાવવા માટે સંબંધિત હોસ્પિટલો, રાજ્ય પોલીસ, તબીબી ટીમો તેમજ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન સુનિશ્ચિત કર્યું હતું. ભારતીય રેલવે ભવિષ્યમાં પણ આવા માનવીય અને જીવનરક્ષક અભિયાનોમાં શક્ય તમામ સહયોગ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે.
***

Chief Editor

Recent Posts

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

1 hour ago

IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા

શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…

2 hours ago

अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद

अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…

5 hours ago

અમેરિકામાં દીકરીની હત્યા બાદ માતાની 8 મહિનાના પૌત્રની કસ્ટડી માટે ભારત અને અમેરિકાની સરકાર પાસે મદદ માગી

Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…

5 hours ago

ઓસ્ટ્રેલિયાના બોન્ડી આતંકી હુમલામાં ઘાયલ થયાનું નાટક કરી વળતર મેળવવાનો પ્રયાસ, ભારતીય નાગરિક સામે છેતરપિંડીનો આરોપ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ડિસેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકી હુમલાનો લાભ લઈને વળતર…

1 day ago

अमेरिका के 2024 राष्ट्रपति चुनाव में अवैध मतदान करने वाला भारतीय नागरिक दोषी करार

Illegal Voting | अमेरिका के 2024 के राष्ट्रपति चुनाव में अवैध रूप से मतदान करने…

2 days ago