UPI Shake and Pay
UPI Shake & Pay Feature: ઘણીવાર ઉતાવળમાં પેમેન્ટ (Payment) કરવાનું હોય ત્યારે UPI એપ ખોલવી, ત્યારબાદ QR સ્કેનરનો વિકલ્પ શોધવો અને આખી પ્રક્રિયા પૂરી કરવી ઘણો સમય લે છે. ખાસ કરીને જે લોકો સુરક્ષાના કારણે એપને હોમ સ્ક્રીન (Home Screen) પર નથી રાખતા તેમને વધુ તકલીફ પડે છે. હવે આ નવા ફીચરની મદદથી ફોનને સહેજ હલાવતા જ સીધું QR સ્કેનર ખુલી જશે અને તમે ત્વરિત પેમેન્ટ કરી શકશો.
શું છે આ Shake & Pay ફીચર? નામ પ્રમાણે જ, Shake & Pay માં ફોનને શેક (Shake) એટલે કે હલાવીને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરી શકાય છે. તમારે એપ ખોલ્યા બાદ સ્કેનરનો વિકલ્પ શોધવાની જરૂર નથી. બસ, ફોનને એવી રીતે હલાવવાનો રહેશે જેમ આપણે કોઈને ‘બાય’ (Bye) કહેતા હોઈએ. ત્યારબાદ તરત જ સ્કેનર (Scanner) ખુલી જશે.
કેવી રીતે કામ કરે છે આ સુવિધા? આ સુવિધા હાલમાં PhonePe એપમાં ઉપલબ્ધ છે. જો તમે આ ફીચર ઓન (On) રાખ્યું હોય, તો એપ ખોલ્યા બાદ ફોન શેક કરતા જ સીધી QR કોડ સ્કેનર સ્ક્રીન ખુલી જાય છે. આનાથી દુકાન કે રેસ્ટોરન્ટમાં પેમેન્ટ કરવું વધુ ઝડપી બને છે. નોંધનીય છે કે, સુરક્ષા માટે આ ફીચર ત્યારે જ કામ કરે છે જ્યારે તમારા ફોનમાં બેકગ્રાઉન્ડમાં એપ ખુલેલી હોય.
આ રીતે કરો એક્ટિવેટ (Step-by-Step):
બાયોમેટ્રિકથી પેમેન્ટ થશે સુપર ફાસ્ટ જો તમે આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માંગતા હોવ, તો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (Biometric Authentication) નો ઉપયોગ કરી શકો છો. QR સ્કેન કર્યા બાદ તમારે ફિંગરપ્રિન્ટ (Fingerprint) કે ફેસ અનલોકથી પેમેન્ટ કન્ફર્મ કરવાનું રહેશે, જેથી વારંવાર UPI PIN નાખવાની જરૂર નહીં પડે.
THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…
Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…
Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…