Shankaracharya Avimukteshwaranand Notice | ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળા (Magh Mela) માં તંત્ર અને જ્યોતિષ પીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ વકર્યો છે. મેળા પ્રશાસને 48 કલાકમાં શંકરાચાર્યને બીજી નોટિસ (Notice) ફટકારી 24 કલાકમાં જવાબ માંગ્યો છે. જો સમયસર સંતોષકારક જવાબ નહીં મળે, તો તેમને મેળામાંથી પ્રતિબંધિત (Banned) કરવાની ચેતવણી આપવામાં આવી છે.
મૌની અમાવસ્યા (Mauni Amavasya) ના પવિત્ર દિવસે જ્યારે લાખોની ભીડ હતી, ત્યારે સ્વામીજી પર નિયમો તોડવાનો આરોપ લાગ્યો છે. નોટિસ મુજબ, તેમણે મંજૂરી વગર પ્રતિબંધિત વિસ્તાર (Restricted Area) માં બગ્ગી ચલાવી અને સુરક્ષા બેરિયર્સ (Barriers) તોડી નાખ્યા હતા. આ વર્તનને કારણે મેળાની સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ હોવાનું તંત્રએ જણાવ્યું છે.
નોટિસમાં સ્વામીજીના પદ અંગે પણ સવાલ ઉઠાવાયા છે. તંત્રના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા તેમના ‘શંકરાચાર્ય’ પદના ઉપયોગ પર રોક હોવા છતાં, મેળામાં ઠેર-ઠેર તે પદના બેનરો લગાવવામાં આવ્યા છે, જે કોર્ટની અવમાનના (Contempt of Court) સમાન છે.
બીજી તરફ, સ્વામીજીના સમર્થકોએ આ કાર્યવાહીને સરકારની ‘બદલાની ભાવના’ ગણાવી છે. મીડિયા પ્રભારીએ દાવો કર્યો છે કે તંત્રએ પાછલી તારીખ (Back-date) ની નોટિસ લગાવીને સંતને પરેશાન કરવાનું કાવતરું કર્યું છે.
