Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો: ચાંદીમાં ₹12,700 અને સોનામાં ₹3,000થી વધુની પીછેહઠ

Chief Editor January 22, 2026
Gold and Silver

Gold Silver Price Drop | ભારતીય વાયદા બજાર (MCX) માં આજે એટલે કે 22 જાન્યુઆરી, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ભૂકંપ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી રેકોર્ડ ઊંચાઈ પર ટ્રેડ (Trade) કરતી આ બંને કિંમતી ધાતુઓમાં ભારે નફારૂપી વેચવાલી (Profit Booking) ને કારણે રોકાણકારોમાં ફાળ પડી છે.

ચાંદીના ભાવમાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. બુધવારે ₹3,18,492 પર બંધ થયેલી ચાંદી આજે કારોબાર દરમિયાન ગગડીને ₹3,05,753ની નીચી સપાટીએ પહોંચી હતી. આમ, એક જ દિવસમાં ચાંદીમાં ₹12,700થી વધુનો કડાકો (Crash) જોવા મળ્યો છે. હાલમાં બજારમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Group

સોનાના ભાવમાં પણ મોટી નરમાઈ જોવા મળી છે. ગઈકાલના ₹1,52,862ના બંધ ભાવ સામે આજે સોનું ₹1,48,777 સુધી નીચે ઉતરી આવ્યું હતું. સોનામાં ₹3,200થી વધુનો ઘટાડો નોંધાતા તે ફરી ₹1.50 લાખની સપાટીની નીચે સરક્યું છે.

કેમ ભાવ ઘટ્યા?
બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂ-રાજકીય તણાવ (Geopolitical Tension) ઘટવાના સંકેતો મળતા રોકાણકારોએ સુરક્ષિત ગણાતા સોના-ચાંદીમાંથી નાણાં ખેંચવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને અમેરિકા દ્વારા ટેરિફ (Tariff) મુદ્દે લેવાયેલા હકારાત્મક નિર્ણયોની સીધી અસર બુલિયન માર્કેટ (Bullion Market) પર જોવા મળી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Gold (સોનું) MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) Silver (ચાંદી)

Post navigation

Previous: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ: માઘ મેળામાં પ્રતિબંધની ચેતવણી
Next: Ahmedabad: દાણીલીમડામાં એકતરફી પ્રેમમાં યુવકે યુવતી પર છરીના 4 ઘા ઝીંક્યા
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.