Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

શેરબજાર અને સોના-ચાંદીમાં કડાકો, રૂપિયો 96.89ના ઐતિહાસિક તળિયે

Chief Editor May 20, 2026
Market Crash India

Market Crash India | ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકાઓને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણના સંકટની (Fuel crisis) સ્થિતિ સર્જાઈ રહી છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય બજારો પર જોવા મળી છે. આજે શેરબજાર (Stock market) ખુલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો.

સેન્સેક્સમાં (Sensex) 671 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સનું જૂનું ક્લૉઝિંગ 75200.85 હતું જે આજે 74529.41 પર ખુલ્યો હતો.

બીજી તરફ નિફ્ટીમાં (Nifty) 221 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. નિફ્ટીનું જૂનું ક્લૉઝિંગ 23618.00 હતું જે ઘટીને 23397.30 ના લેવલ સુધી પહોંચી ગયું હતું. જોકે, ત્યારબાદ બજારમાં થોડી રિકવરી (Recovery) જોવા મળી હતી.

શેરબજારની સાથે કિંમતી ધાતુઓમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે ચાંદીમાં (Silver) 3269 રૂપિયા અને સોનામાં (Gold) 1121 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. હાલમાં સોનું 160000 ની સપાટીથી નીચે છે, જ્યારે ચાંદી 270000 ની આસપાસ ટ્રેડ (Trade) થઈ રહી છે.

આ તરફ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ (Brent crude oil) 110$ ના સ્તરે પહોંચી ગયું છે, જેના કારણે આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા છે. ટ્રમ્પની ઈરાન પર હુમલાની ધમકીઓ વચ્ચે ક્રૂડ ઓઇલ હજુ વધુ મોંઘું થઈ શકે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Fuel crisis (ઇંધણ સંકટ) Gold (સોનું) Nifty (નિફ્ટી) Sensex (સેન્સેક્સ) Silver (ચાંદી) Stock Market (શેરબજાર)

Post navigation

Previous: વડોદરા કોર્ટનો ચુકાદો: પતિના મૃત્યુ બાદ સાસરીયા ભરણપોષણ માટે જવાબદાર નથી
Next: ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 3 લોકોના મોત
Follow

Recent Posts

  • ગુજરાતમાં મેઘતાંડવ: 6 જિલ્લામાં રેડ એલર્ટ અને અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
  • બ્રાઝિલનું સપનું તૂટ્યું…નેમારની નિવૃત્તિ
  • ફ્રિસ્કોમાં વોલીબોલ ટુર્નામેન્ટ
  • ટેક્સાસમાં ગંગાદશમી ઉજવાઇ
  • ટેક્સાસ ખાતે યોગ સત્ર
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.