Vadodara Court Judgment | વડોદરામાં (Vadodara) ઘરેલુ હિંસાના (Domestic violence) એક કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ સુનાવણી દરમિયાન જ પતિનું મૃત્યુ (Death) થયું હતું.
આ સ્થિતિમાં કોર્ટે મહિલાને પ્રોટેક્શન ઓર્ડર (Protection order) આપ્યો છે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે પતિના અવસાન બાદ સાસુ-સસરા કે જેઠ ભરણપોષણ (Maintenance) ચૂકવવા કાયદાકીય રીતે જવાબદાર નથી.
સુનંદાબહેને વર્ષ 2024 માં પતિ, સાસુ, સસરા અને જેઠ-જેઠાણી વિરુદ્ધ કેસ કર્યો હતો. વર્ષ 2005 માં લગ્ન થયા બાદ સાસરીયાઓએ ચારિત્ર્ય પર શંકા કરી માનસિક ક્રૂરતા (Cruelty) આચરી હોવાનો મહિલાનો આક્ષેપ હતો.
મહિલાએ દાવો કર્યો હતો કે પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે અને તેની માસિક આવક 70,000 રૂપિયા હોવાથી તેને દર મહિને 15,000 રૂપિયા ભરણપોષણ મળવું જોઈએ.
સામે પક્ષે સાસરીયાઓએ આક્ષેપો નકારી મહિલાને ઝઘડાળુ ગણાવી હતી. કેસ દરમિયાન પતિનું અવસાન થતાં તેનું નામ હટાવી દેવાયું હતું. સાસરીયાઓ પુરાવા કે ઊલટતપાસ (Cross-examination) માટે હાજર ન રહેતા અદાલતે તેમનો હક બંધ કરી આ આદેશ આપ્યો હતો.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
