Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

semicon india 2023…મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા સરકાર 50 ટકા નાણાકીય સહાય આપશે’: વડાપ્રધાન મોદી

H S July 28, 2023
28 mo9

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય ગુજરાત (PM Narendra Modi Gujarat) પ્રવાસ દરમિયાન આજે શુક્રવારે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું અને સેમિકન્ડક્ટરના મેન્યુફેક્ટરીંગ (semiconductor manufacturing) ને પ્રોત્સાહન આપવા સરકાર ટેક કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપશે તેવી જાહેરાત કરી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, તેમણે આજે શુક્રવારે ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરાત કરી છે, ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા સરકાર ટેક કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપશે. આ કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ડીસ્કશન પણ કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય નામાંકીત કંપનીઓએ ભાગ લીધો હતો.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમમાં વિવિધ કંપનીઓના સીઈઓને સંબોધતા કહ્યું હતું કે, ભારત હવે “સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે નવી તકોનું વિશ્વને પ્રદાન કરશે. “આજે વિશ્વ ઇન્ડસ્ટ્રી 4.0નું સાક્ષી છે. વિશ્વમાં જ્યારે પણ કોઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે ત્યારે તેનો પાયો કોઈપણ પ્રદેશના લોકોની આકાંક્ષાઓ સાથે રહ્યો છે.

તે અગાઉની ઔદ્યોગિક ક્રાંતિ અને અમેરિકન સ્વપ્ન વચ્ચેની કડી હતી. આજે, હું ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને ભારતીય આકાંક્ષાઓ વચ્ચે સમાન જોડાણ જોઈ શકું છું.” તેમણે કહ્યું કે, ભારત ઉદ્યોગમાં અદ્રભૂત વૃધ્ધિ જાવા મળશે.


વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં ‘સેમિકોન ઈન્ડિયા 2023’ કોન્ફરન્સને સંબોધતા એક મોટી જાહરાત કરતા કહ્યું કે, દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવા માટે ટેક્નોલોજી કંપનીઓને 50 ટકા નાણાકીય સહાય આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં ભારતમાંથી ઈલેક્ટ્રોનિક્સની નિકાસ બમણી થઈ ગઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે, ભારત ટૂંક સમયમાં 300 કોલેજોમાં સેમિકન્ડક્ટર પર અભ્યાસક્રમો શરૂ કરશે. ‘સેમિકોન ઈન્ડિયા 2023’ ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણની તકોને હાઈલાઈટ કરે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત રૂ. ૨૦૩૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો જનતાને સમર્પિત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
Next: Semicon india 2023 exhibition-અનોખું પ્રદર્શનસેમિકોન ઈન્ડીયા-૨૦૨૩
Follow

Recent Posts

  • પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના PAની હત્યા, ભાજપે ગુંડાઓના સફાયાની આપી ચેતવણી
  • અમદાવાદ વિમાન દુર્ઘટના માટે પાઇલટની ભૂલ નહીં પણ ટેકનિકલ ખામી જવાબદારઃ FIP
  • પશ્ચિમ બંગાળમાં હાર બાદ ટીએમસીમાં નેતા અને અધિકારીઓના ટપોટપ રાજીનામા પડવા લાગ્યા
  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બોમ્બે હાઈકોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને યથાવત રાખ્યો
  • WRWWO-અમદાવાદ દ્વારા 30 રેલવે કર્મચારી સન્માનિત
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.