Breaking News

four killed in wave of russian strikes across kyiv Online application for agricultural relief package will start from tomorrow Junagadh: 2 suspected youths from Jammu and Kashmir detained from Mangrol delhi red fort blast major revelations 4 city plan multiple IEDs 32 vehicles RSS Centenary Celebrations In Gujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે કહ્યું, ‘પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને હિન્દુઓની હત્યા કરી. આપણી સરકાર અને સેનાએ તેનો જવાબ આપ્યો. આ ઘટનાથી આપણને મિત્ર અને દુશ્મનની જાણ થઈ.’

તેમણે કહ્યું કે આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમજ રાખવી પડશે. પહેલગામની ઘટના આપણને શીખવી ગઈ કે ભલે આપણે બધાની સાથે મિત્રતાનો ભાવ રાખીએ છીએ અને રાખીશું, પરંતુ આપણે આપણી સુરક્ષા પ્રત્યે વધુ સજાગ અને સમર્થ બનવું પડશે.

RSS પ્રમુખે આ વાત ગુરુવારે નાગપુરમાં વિજયાદશમી પર સંગઠનના શતાબ્દી સમારોહમાં કહી. તેમણે 41 મિનિટના ભાષણમાં સમાજમાં આવી રહેલા ફેરફારો, સરકારોનું વલણ, લોકોમાં બેચેની, પડોશી દેશોમાં ઉથલપાથલ, અમેરિકન ટેરિફનો ઉલ્લેખ કર્યો.

આ પહેલા ભાગવતે RSSના સંસ્થાપક ડો. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી. શસ્ત્ર પૂજન કર્યું. આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ હતા.

ભાગવતની સ્પીચની 4 મોટી વાતો, કહ્યું- અમેરિકન ટેરિફની અસર બધા પર 1. આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે: આજે આખી દુનિયામાં અરાજકતાનું વાતાવરણ છે. આવા સમયે આખી દુનિયા ભારત તરફ જુએ છે. આશાનું કિરણ એ છે કે દેશની યુવા પેઢીમાં પોતાના દેશ અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વધ્યો છે. સમાજ પોતાને સક્ષમ મહેસૂસ કરે છે અને સરકારની પહેલથી પોતે જ સમસ્યાઓનું નિદાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. બુદ્ધિજીવીઓમાં પણ પોતાના દેશની ભલાઈ માટે ચિંતન વધી રહ્યું છે.’

2. દુનિયામાં તમે એકલા જીવી શકતા નથી: અમેરિકાએ જે નવી ટેરિફ નીતિ અપનાવી તેની અસર બધા પર પડી રહી છે. તેથી દુનિયામાં પરસ્પર સંબંધો બનાવવા પડે છે. તમે એકલા જીવી શકતા નથી, પરંતુ આ નિર્ભરતા મજબૂરીમાં ન બદલાઈ જાય. તેથી આપણે આને મજબૂરી ન બનાવતા આત્મનિર્ભર થવું પડશે.

3. હિંસા પરિવર્તનનો રસ્તો નથી: પ્રાકૃતિક ઉથલપાથલ પછી પડોશી દેશોમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક-ક્યારેક એવું થાય છે કે પ્રશાસન જનતાને ધ્યાનમાં રાખીને નીતિ નથી બનાવતું, તેમનામાં અસંતોષ હોય છે, પરંતુ તેનું આ રીતે સામે આવવું યોગ્ય નથી. આટલી હિંસા યોગ્ય નથી. લોકતાંત્રિક રીતે પરિવર્તન આવે છે.

4. હિંસક પરિવર્તનોથી અરાજકતાની સ્થિતિ બને છે: હિંસક પરિવર્તનોથી ઉદ્દેશ્ય મળતો નથી, પરંતુ અરાજકતાની સ્થિતિમાં બહારની તાકાતોને ખેલ રમવાનો મોકો મળી જાય છે. પડોશી દેશોમાં આવું થવું આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેઓ પહેલા આપણા લોકો જ હતા. પરિસ્થિતિ એવી છે કે સુખ-સુવિધા વધી, રાષ્ટ્ર નજીક આવ્યા, આર્થિક લેવડ-દેવડ દ્વારા નજીક આવ્યા. મનુષ્ય જીવનમાં જંગ અને કલહ ચાલી રહ્યા છે, હવે પરિવારોમાં પણ તૂટ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: