Rajkot Groundnut Oil Price Hike: ગુજરાતમાં ખાધ્યતેલના બજારમાં ફરી એકવાર તેજીનો કરંટ (Market Trend) જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં (Groundnut Oil Price) સતત વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. નવાઈની વાત એ છે કે રાજ્યમાં મગફળીનું વિક્રમી ઉત્પાદન (Record Production) થયું હોવા છતાં, સીંગતેલના ભાવ ઘટવાને બદલે આસમાને પહોંચી રહ્યા છે.
માત્ર 4 દિવસમાં ભાવમાં મોટો ઉછાળો
છેલ્લા ચાર દિવસમાં સીંગતેલના 15 કિલોના ડબ્બામાં કુલ રૂ. 120નો તોતિંગ વધારો નોંધાયો છે. વિગતવાર જોઈએ તો, ગત બુધવારે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2565-2615 ની આસપાસ હતો. ત્યારબાદ ગુરુવારે રૂ. 20, શુક્રવારે રૂ. 40, શનિવારે રૂ. 20 અને સોમવારે વધુ રૂ. 30નો વધારો થતાં હવે સીંગતેલનો ડબ્બો રૂ. 2725 (Current Price) ના સ્તરે પહોંચી ગયો છે. આમ, માત્ર ચાર દિવસમાં જ તેલ પ્રતિ કિલો રૂ. 8 જેટલું મોંઘું થયું છે.
રેકોર્ડબ્રેક ઉત્પાદન છતાં મોંઘવારી કેમ?
આંકડાકીય માહિતી (Statistics) મુજબ, વર્ષ 2022-23માં મગફળીનું ઉત્પાદન 46.45 લાખ ટન હતું, જે વર્ષ 2024-25માં વધીને 52.50 લાખ ટન થયું અને આ વર્ષે 66 લાખ ટન પાકનો અંદાજ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં (Marketing Yard) દરરોજ લાખો મણ મગફળીની આવક (Arrival) થઈ રહી છે. પુરવઠો પર્યાપ્ત હોવા છતાં ભાવ વધવા પાછળ તેલ લોબી (Oil Lobby) અને સટોડિયાઓની (Speculators) સક્રિયતા જવાબદાર હોવાનું મનાય છે.
સામાન્ય જનતા અને ફરસાણ ઉદ્યોગ પર અસર
સીંગતેલ મોંઘું થતા હવે ગ્રાહકો કપાસિયા તેલ (Cottonseed Oil) તરફ વળી રહ્યા છે. થોડા સમય પહેલા સીંગતેલ અને કપાસિયા તેલ વચ્ચે માત્ર રૂ. 50-100નો તફાવત હતો, જે હવે વધીને રૂ. 485 થઈ ગયો છે. ફરસાણના વેપારીઓ પણ ખર્ચ ઘટાડવા માટે હવે કપાસિયા તેલનો વપરાશ વધારી રહ્યા છે.
નિષ્ણાતોના મતે, સરકાર પાસે ખાદ્યતેલના ભાવને નિયંત્રિત કરવા માટે કોઈ ચોક્કસ નીતિ (Policy) કે આયોજન નથી. તેલ લોબીને જાણે ‘પીળો પરવાનો’ (Free Pass) મળી ગયો હોય તેમ ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સા પર પડી રહી છે.
