World

ઉધાર માંગવા માટે પાકિસ્તાનનો નવો દાવ, હવે દુબઈ-સાઉદી પાસેથી આવી રીતે માંગી રહ્યું છે પૈસા!

Pakistan Economic Crisis | લાંબા સમયથી વિદેશી હૂંડિયામણની તીવ્ર અછત અને નબળી અર્થવ્યવસ્થા (Economy) સામે ઝઝૂમી રહેલું પાકિસ્તાન હવે તેના જ વિદેશમાં વસતા નાગરિકો દ્વારા ડોલર, દિરહામ અને રિયાલ એકઠા કરવા માટે હવાતિયાં મારી રહ્યું છે.

આ કટોકટીમાંથી બહાર આવવા માટે પાકિસ્તાન સરકારે એક નવો આર્થિક દાવ ખેલ્યો છે. હવે દુબઈ (Dubai) અને સૌદી અરેબિયા (Saudi Arabia) માં કામ કરતા લાખો પાકિસ્તાની નાગરિકો તેમની કમાણી સીધી પાકિસ્તાન સરકાર પાસે ઇન્વેસ્ટ (Invest) કરી શકશે. તેના બદલામાં સરકાર દ્વારા પ્રવાસીઓને આકર્ષક વ્યાજ દર અને મોટો નફો આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ખલીજ ટાઈમ્સ (Khaleej Times) ના અહેવાલ મુજબ, પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક ‘સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન’ (State Bank of Pakistan) દ્વારા તેની લોકપ્રિય ‘નયા પાકિસ્તાન સર્ટિફિકેટ’ (Naya Pakistan Certificate – NPC) સ્કીમનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની કરન્સી દિરહામ અને સૌદી અરેબિયાની કરન્સી રિયાલમાં પણ સીધું રોકાણ કરી શકાશે, જે નિયમ 1 જૂનથી સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવ્યો છે.

શું છે પાકિસ્તાન સરકારની નવી વ્યૂહરચના?

અત્યાર સુધી અખાતી દેશો (Gulf Countries) માં રહેતા પાકિસ્તાની નાગરિકોએ આ સરકારી સ્કીમમાં રોકાણ કરવા માટે પોતાની કમાણીને પહેલાં અમેરિકી ડોલર (USD) અથવા પાકિસ્તાની રૂપિયામાં કન્વર્ટ કરવી પડતી હતી.

આ પ્રક્રિયાના કારણે પ્રવાસી નાગરિકોએ એક્સચેન્જ રેટ (Exchange Rate) નું મોટું જોખમ ઉઠાવવું પડતું હતું અને નાણાંનો વ્યય થતો હતો. પરંતુ હવે નવી સુવિધા મુજબ યુએઈમાં રહેતા પાકિસ્તાનીઓ સીધા દિરહામમાં અને સૌદી અરેબિયામાં રહેતા લોકો સીધા રિયાલમાં રોકાણ કરી શકશે. એટલે કે તેઓ જે કરન્સી (Currency) માં કમાણી કરે છે, તે જ કરન્સીમાં નાણાં રોકીને નક્કી કરેલો નફો મેળવી શકશે.

પાકિસ્તાન સરકારને આશા છે કે આ સરળતાને કારણે વિદેશમાં વસતા પાકિસ્તાનીઓ મોટા પાયે પોતાની બચત દેશમાં મોકલશે, જેનાથી પાકિસ્તાનના ખાલી થઈ રહેલા વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ને મોટો સહારા મળશે.

રોકાણકારોને કેટલો નફો મળશે?

નવા જાહેર કરાયેલા આંકડા મુજબ, દિરહામમાં રોકાણ કરનારા લોકોને 3 મહિનાની ટૂંકી અવધિ પર 6.5 ટકાથી શરૂ કરીને વ્યાજ આપવામાં આવશે, જ્યારે 5 વર્ષના લાંબા ગાળાના રોકાણ પર આ પ્રોફિટ (Profit) વધીને 7.5 ટકા સુધી પહોંચી જશે.

બીજી તરફ પાકિસ્તાન સરકારે સ્થાનિક પાકિસ્તાની રૂપિયામાં જારી કરાતા સર્ટિફિકેટ્સ પર પણ વ્યાજ દરોમાં મોટો વધારો કર્યો છે. નવી શિક્ષણ નીતિ અને દરો મુજબ, પાકિસ્તાની રૂપિયાના રોકાણ પર 3 મહિના માટે 11.75%, 6 મહિના માટે 12%, 1 વર્ષ માટે 12.25%, 3 વર્ષ માટે 12.5% અને 5 વર્ષની અવધિ માટે 12.75% જેટલો જંગી નફો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકારની મુખ્ય નજર યુએઈમાં વસતા 20 લાખથી વધુ પાકિસ્તાનીઓ પર છે. એક અંદાજ મુજબ દુબઈ સહિત સમગ્ર અમીરાતમાં 20 લાખથી વધુ પાકિસ્તાનીઓ મજૂરી અને નોકરી કરે છે. પાકિસ્તાન સરકાર આ સમુદાયની બચત સ્થાનિક બેંકોના બદલે પોતાના દેશમાં લાવવા માંગે છે.

આ સ્કીમ માત્ર દિરહામ કે રિયાલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અમેરિકી ડોલર, બ્રિટિશ પાઉન્ડ અને યુરોમાં પણ ઉપલબ્ધ છે, જેમાં પાઉન્ડ પર સૌથી વધુ 8% સુધીનું રિટર્ન (Return) આપવામાં આવી રહ્યું છે. તમામ વિદેશી કરન્સી સર્ટિફિકેટ્સમાં લઘુત્તમ રોકાણ 1000 યુનિટ નક્કી કરવામાં આવ્યું છે. ટૂંકમાં કહીએ તો, પાકિસ્તાન અત્યારે વિદેશમાં વસતા પોતાના જ નાગરિકોના ખિસ્સામાંથી પૈસા કઢાવીને દેશના આર્થિક સંકટને હળવું કરવાનો છેલ્લો પ્રયાસ કરી રહ્યું છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

3 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

3 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

3 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago