Navjot Singh Sidhu Congress Dispute | શશિ થરૂર બાદ હવે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ પાર્ટી નેતૃત્વ (Leadership) સામે બાયો ચઢાવી છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ને પાર્ટીમાં સાઈડલાઈન કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. દિલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા વર્ષ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) ની વ્યૂહનીતિ માટે બોલાવવામાં આવેલી હાઈલેવલ બેઠકમાં સિદ્ધુને આમંત્રણ ન આપીને તેમનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે.
બેઠકમાંથી સિદ્ધુની ગેરહાજરી અને વિવાદ
રાહુલ ગાંધીએ પંજાબના વર્તમાન અને પૂર્વ પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી, પરંતુ પૂર્વ અધ્યક્ષ હોવા છતાં સિદ્ધુને દૂર રખાતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. આ અવગણના બાદ સિદ્ધુએ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
View this post on Instagram
શાયરી દ્વારા આડકતરો પ્રહાર
સિદ્ધુએ તેમના જાણીતા શાયરાના અંદાજમાં (Poetic Style) વીડિયોમાં કહ્યું કે, “જેણે તમને નથી બોલાવ્યા, તેને છોડી મૂકો, દરેક તમારા લાયક નથી હોતા, ઘણી વખત એકલા રહેવું જ વધારે સારું છે.” જોકે તેમણે કોઈનું નામ લીધું નથી, પરંતુ આ શબ્દ તીર સીધું રાહુલ ગાંધીની બેઠકમાં થયેલી અવગણના તરફ ઈશારો કરે છે.
કોંગ્રેસમાં આંતરિક જૂથબાજી
આ અગાઉ શશિ થરૂરે પણ હાઈકમાન્ડ (High Command) સામે સવાલો ઉઠાવ્યા હતા. પંજાબ કોંગ્રેસમાં જૂથબાજી (Factionalism) જૂની સમસ્યા છે, પરંતુ સિદ્ધુની આ નવી પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે ટોચના નેતાઓ અને પ્રદેશના નેતાઓ વચ્ચેનો વિખવાદ ગમે ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. આગામી ચૂંટણીઓની તૈયારી કરી રહેલી કોંગ્રેસ માટે આ આંતરિક કલહ મોટો પડકાર સાબિત થઈ શકે છે.
