Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અમેરિકામાં H-1B વિઝા ધારકો સામે ટ્રમ્પની સર્જિકલ સ્ટ્રાઈક: કંપનીઓમાં તપાસ અને 2027 સુધી વેઈટિંગ

Chief Editor January 24, 2026
h1 b visa

Trump strictness on H-1B Visa in USA | અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના શાસનની શરૂઆત સાથે જ ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે કપરો સમય શરૂ થયો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હવે માત્ર સરહદો પર જ નહીં, પરંતુ અમેરિકાની કંપનીઓની અંદર ઘૂસીને H-1B વિઝા વર્કરોનું ઓડિટ (Audit) અને તપાસ કરી રહ્યું છે.

કંપનીઓમાં ઓન-સાઇટ તપાસ (Site Inspections)

Join Our WhatsApp Group

હ્યુસ્ટન સ્થિત ઇમિગ્રેશન નિષ્ણાત ડેનિયલ રામિરેજે ચેતવણી આપી છે કે યુએસસીઆઈએસ (USCIS) ના ફ્રોડ ડિટેક્શન ડિવિઝને ટેક્સાસ, સાન્ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્ક જેવા મોટા શહેરોમાં તપાસ તેજ કરી છે. અધિકારીઓ સીધા કંપનીઓમાં જઈને હાયરિંગ ફાઇલ્સનું ઓડિટ કરી રહ્યા છે. જો કોઈ પણ પ્રકારની વિસંગતતા જણાય, તો કેસ સીધો ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (ICE) ને સોંપવામાં આવે છે, જેનો અંત સીધો ડિપોર્ટ (Deport) કરવામાં આવી શકે છે.

વિઝા ઇન્ટરવ્યુમાં 2 વર્ષનો વિલંબ

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા 50 દિવસથી કોઈ નવા વિઝા ઇન્ટરવ્યુ (Interviews) લેવાયા નથી. જેમની તારીખો જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં હતી, તેમને ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમના ઇન્ટરવ્યુ હવે એપ્રિલ-મે 2027 માં યોજાશે. આ વિલંબને કારણે સેંકડો ભારતીયો સ્વદેશમાં અટવાઈ ગયા છે. ઇમિગ્રેશન એટર્ની એમિલી ન્યૂમેને સલાહ આપી છે કે હાલમાં વિઝા સ્ટેમ્પિંગ (Stamping) માટે અમેરિકા બહાર મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

નવા ‘ગતકડાં’ અને વિઝા રદ કરવાની પ્રક્રિયા

ટ્રમ્પ તંત્રએ હવે એચ-4 (H-4) વિઝાધારકોના જીવનસાથીઓના વિઝા રદ કરવા માટે પણ નવી તરકીબો અપનાવી છે. વહીવટીતંત્ર ‘નવી માહિતી’ મળી હોવાનું બહાનું આપીને વિઝા રદ કરી રહ્યું છે. આ ઉપરાંત, વિઝા ઓફિસરો હવે તમામ અરજદારોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ (Social Media Profile) ની પણ સઘન તપાસ કરી રહ્યા છે.

નિષ્ણાતોની મહત્વની સલાહ:

મુસાફરી ટાળો: જ્યાં સુધી સ્ટેમ્પિંગ અનિવાર્ય ન હોય ત્યાં સુધી ભારતનો પ્રવાસ ન ખેડવો.

દસ્તાવેજો તૈયાર રાખો: કંપનીઓએ તમામ H-1B ફાઇલ્સ અને પગારના રેકોર્ડ અપ-ટૂ-ડેટ રાખવા.

સોશિયલ મીડિયા: તમારી ઓનલાઇન પ્રોફાઇલ પર કોઈ પણ વિવાદાસ્પદ પોસ્ટ કરવાનું ટાળવું.

વર્તમાન સ્થિતિ જોતા એવું લાગે છે કે ટ્રમ્પ સરકાર નવા વિઝા આપવાને બદલે વર્તમાન વિઝા ધારકોની સંખ્યા ઘટાડવા પર વધુ ધ્યાન આપી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Donald Trump (ડોનાલ્ડ ટ્રમ્પ) H-1B visa (H-1B વિઝા) USA (અમેરિકા)

Post navigation

Previous: સમુદ્રમાં ભારતનો દબદબો: DRDO એ તૈયાર કરી 1500 કિમી દૂર પ્રહાર કરતી ઘાતક LRAShM મિસાઇલ
Next: કોંગ્રેસમાં ફરી ડખો: રાહુલ ગાંધીની બેઠકમાંથી સિદ્ધુ આઉટ! શાયરાના અંદાજમાં હાઈકમાન્ડ પર સાધ્યું નિશાન
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.