Skip to content
March 21, 2026
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
Subscribe

MSME ચેર અને MSME કલીનિક થકી સામાન્ય વ્યક્તિ કે વિદ્યાર્થી સીધો સરકારનો સંપર્ક કરી શકશે: શ્રી જગદીશ વિશ્વકર્મા

H S September 3, 2022
3-9 msme main

ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે MSME કોન્ક્લેવનું આયોજન

ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે શનિવારે MSME ચેર અને MSME
ક્લિનિકનું ગુજરાત રાજ્યના MSME સેક્ટરના રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ
MSME ચેર અને ક્લિનિક ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી સ્થાપવામાં આવ્યાં છે.


આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્ટાર્ટ અપ
અને ઇનોવેશનમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા સરકાર પ્રતિબદ્ધ છે, એવું જણાવી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું
કે MSME ચેર અને MSME કલીનિક થકી સામાન્ય વ્યક્તિ કે વિદ્યાર્થી સીધો સરકારનો સંપર્ક કરી શકશે.
MSME ચેર અને કલીનિક દ્વારા વિદ્યાર્થીઓને પોતાના આઈડિયા અને ઇનોવેશનને યોગ્ય પ્લૅટફૉર્મ આપવાની
તક મળી રહેશે, એમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રીએ ગુજરાત યુનિવર્સિટીના વિધાર્થીઓ સાથે સંવાદ કરીને વિદ્યાર્થીઓના MSME પ્રત્યેના વિચારીને
જાણવાનો પ્રયત્ન કર્યો. તેમણે વિદ્યાર્થીઓને MSME અને સ્ટાર્ટ અપ વિશે વાત કરી જેમાં તેમણે iCreate
(International Centre for Entrepreneurship and Technology) નો ઉલ્લેખ કર્યો. વર્ષ 2018
iCreate નું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ઇઝરાયેલના વડાપ્રધાનશ્રી બેન્ઝામીન નેતન્યાહુ દ્વારા
કરવામાં આવ્યું હતું. iCreate ને ગુજરાત સરકાર દ્વારા આંત્રોપ્રેન્યોરને ફાઇનાન્સ, માર્ગદર્શન અને ટેકનોલોજી પુરી
પાડવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે અહીંયા વિદ્યાર્થીઓને મશીન, કાચો માલ વગરે વિષે માર્ગદર્શન
આપવામાં આવે છે.


વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં મંત્રી શ્રીએ જણાવ્યું કે, જે સપના તમને ઊંઘવા ના દે તે જ સપના સાચા અને તે
જ સપનાને સાચા કરવા માટે ગુજરાત સરકારે આ પ્રકારના iCreate જેવા સેન્ટર ઉભા કર્યા છે. આ રીતે ગુજરાત સરકાર

તેમજ ભારત સરકાર વિદ્યાર્થીઓના સપનાઓને સેવાનું કામ કરે છે. વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર પાસે આવીને તથા સીધી
રીતે જ ગુજરાત યુનિવર્સિટીમાં જઈને પોતાનો બિઝનેસ આઈડિયા તેમજ સ્ટાર્ટ અપ આઈડિયા સબમીટ કરી શકે છે.
શ્રી જગદીશ વિશ્વકર્માએ વધુ માં ઉમેર્યું કે ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. જેમ
કે ગાંધીધામમાં સોયનું ઉત્પાદન, અમદાવાદમાં આંખના લેન્સનું ઉત્પાદન, અમરેલીમાં પ્લેન બને છે, સુરતના હજીરામાં
ટેન્કનું ઉત્પાદન થાય છે. તો ભારતમાં આ પ્રકારની સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન વધારવાના હેતુથી તથા મેક ઇન ઇન્ડિયાના
સપનાને સાકાર કરવા તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં બનેલું સ્વદેશી INS વિક્રાંત લોન્ચ કર્યું.
આ પ્રકારનું સ્વદેશી ઉત્પાદન ભારત માટે એક મોટી સિદ્ધિ છે.
આ સાથે તેમણે ભારતના મહત્વના વ્યક્તિત્વઓને યાદ કર્યા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ,
વર્તમાન રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આ બધા મહાનુભાવોએ સાબિત કરી બતાવ્યું છે કે જ્યાં
ચાહ છે ત્યાં રાહ છે. તેમણે પ્રોત્સાહન આપતા વિધાર્થીઓને કહ્યું કે, તમારી અંદર જે પ્રતિભા છે તેને ગુજરાત સરકાર
અને ભારત સરકાર GTU, iHub, iCreate જેવી સંસ્થાઓ આંત્રપ્રેન્યોર બનવાના સપનામાં મદદ કરે છે.
વિદ્યાર્થીઓ સાથે આગળ સંવાદ કરતાં તેમણે ડિફેન્સ સેક્ટર વિશે વાત કરી. તેમણે કહ્યું કે, ભૂતકાળ કરતાં હાલના
સમયમાં ભારતનો ડિફેન્સના ક્ષેત્રમાં ફાળો વધ્યો છે. ભારતમાં હાલના સમયમાં મોટા પાયે સ્વદેશી ઉત્પાદનો તરફ વળી
રહ્યું છે તે ભારત માટે ગર્વની વાત છે.
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ વિદ્યાર્થીઓને બિઝનેસ અને સ્ટાર્ટઅપ શરૂ કરવા
માટેના બધા પ્લેટફોર્મ પૂરી પાડવાની બાંહેધરી આપી અને કહ્યું કે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા,
ડિજિટલ ઇન્ડિયા આ બધી ગુજરાત સરકાર અને ભારત સરકારની MSME ક્ષેત્રને આગળ લઈ જવા માટેની પહેલ છે.
વિદ્યાર્થીઓ અને ઉભરાતા આંત્રોપ્રેન્યોર માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં તેમજ જે લોકો આંત્રપ્રેન્યોર
બનવાની ઈચ્છા રાખે છે તેમની સ્પર્ધાત્મક ભાવના વધારવામાં આ ચેર અને ક્લિનિક મદદ કરે છે.
આ ચેર માર્કેટિંગ અને નેટવર્કિંગની તક ઊભી કરવામાં મદદ કરે છે. આર્થિક અને બીજી સમસ્યાઓ હલ કરવામાં
પણ MSME ચેર મદદરૂપ થાય છે.
MSME ક્લિનિક અને ચેર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઈન્ડસ્ટ્રીમાં એકબીજા સાથે કનેક્ટ કરે છે જેથી MSME
અને તેને લગતા પ્રશ્નોને ચર્ચવામાં તથા સ્ટાર્ટઅપ માટે સરળતા ઊભી થાય છે. MSME ચેર અને ક્લિનિક
આંત્રોપ્રેન્યોરના પ્રશ્ર્નો અને સમસ્યાના સમાધાન સાથે તેમના બિઝનેસમાં મદદ કરે છે તથા માહિતી અને માર્ગદર્શન પૂરું
પાડે છે.
આ કાર્યક્રમમાં ભારતના MSME વિભાગના કેન્દ્રીય સચિવ શ્રી બી.બી. સ્વેન, એસ્ટ્રલ પાઇપના ફાઉન્ડર શ્રી સંદિપ
એન્જિનિયર, એડવાઈઝરી કમિટીના સભ્ય શ્રી ચંદ્રમોલી પાઠક, JBS ગ્રુપ કંપનીના માલિક સમીર શાહ, iHub કંપનીના
સીઈઓ શ્રી હિરનમય મહંતા, GCCI ના પ્રેસિડેન્ટ શ્રી પથિક પટવારી, વિદ્યાર્થીઓ તેમજ અન્ય મહેમાનો હાજર રહ્યા
હતા.

About The Author

H S

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદના યુવાઓને જવાબદાર મતદાર બનવાની પ્રેરણા આપતો કાર્યક્રમ…અવસર લોકશાહીનો….
Next: ‘વહેલાસર’ જાગેલું આદર્શ ગામ ‘મોડાસર’
Follow

Recent Posts

  • ફ્લાઈટ ટિકિટના એક્સ્ટ્રા ચાર્જ પર પ્રતિબંધથી એરલાઈન્સ નારાજ: ભાડામાં વધારાની ચીમકી
  • અમદાવાદમાં નકલી નોટ કૌભાંડમાં યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયાની ધરપકડ, પાકિસ્તાન-ચીન કનેક્શનની આશંકા
  • ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? અમેરિકાએ ઈરાન પરના ઓઈલ પ્રતિબંધો હટાવ્યા, ભારત પર થશે મોટી અસર
  • ડિજિટલ અરેસ્ટ રોકવા કેન્દ્ર સરકારે WhatsAppને આપ્યો મોટો આદેશ, ડિવાઇસ બ્લોક કરો…
  • ઇન્કમ ટેક્સના નવા નિયમો: 1 એપ્રિલ 2026થી HRA અને એજ્યુકેશન એલાઉન્સમાં મોટા ફેરફારો
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Religious
  • Entertainment
  • NRG
  • Tech
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.