Kisan Vikas Patra
Kisan Vikas Patra | ભારત સરકાર નાગરિકો માટે સલામત અને સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પો પ્રદાન કરે છે. જો તમે પણ કોઈ પણ જાતના જોખમ વગર ગેરંટીડ રિટર્ન અને પૈસા બમણા કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની (Post Office) ‘કિસાન વિકાસ પત્ર’ (Kisan Vikas Patra – KVP) સ્કીમ તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ એક 100% (100 Percent) સુરક્ષિત સરકારી બચત યોજના છે.
કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત વર્ષ 1988માં કરવામાં આવી હતી. જોકે આ યોજનાના નામના મૂળમાં ‘કિસાન’ શબ્દ જોડાયેલો છે, પરંતુ દેશનો કોઈ પણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે.
આ યોજનામાં ઓછામાં ઓછું રૂ. 1,000થી રોકાણ શરૂ કરી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ અપર લિમિટ નક્કી કરવામાં આવી નથી.
મળે છે આકર્ષક વ્યાજ દર અને ડબલ રિટર્ન: હાલમાં કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ વાર્ષિક 7.5%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ રોકાણ કરેલી રકમ 9 વર્ષ અને 7 મહિના એટલે કે કુલ 115 મહિનામાં ડબલ થઈ જાય છે.
આ સ્કીમમાં 2 વર્ષ અને 6 મહિનાનો લોક-ઈન પીરિયડ હોય છે, જેનો અર્થ એ થાય છે કે તમે 30 મહિના સુધી ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી.
ખાતાના પ્રકાર અને પાત્રતા: આ યોજનામાં મુખ્યત્વે 3 પ્રકારના એકાઉન્ટ ખોલાવી શકાય છે – સિંગલ હોલ્ડર, જોઈન્ટ A અને જોઈન્ટ B. સિંગલ હોલ્ડર એકાઉન્ટ કોઈ એક વયસ્ક અથવા સગીરના નામે ખોલી શકાય છે, જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં 2 (Two) થી 3 (Three) વ્યક્તિઓ સાથે મળીને ખાતું ચલાવી શકે છે.
આ સ્કીમમાં ખાતું ખોલાવવા માટે અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામે પણ વાલીઓ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. માત્ર ભારતીય નાગરિકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે, જ્યારે બિન-નિવાસી ભારતીય (NRI) અને હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) આમાં રોકાણ કરી શકતા નથી.
Gaurang Vyas Swaranjali | અમેરિકામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને ધબકતી રાખવાના ઉમદા હેતુથી કાર્યરત ;ઇન્ટરનેશનલ…
Advay Jain Record | अमेरिका के न्यू जर्सी में रहने वाले भारतीय मूल के 4…
Advay Jain Record | અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ભારતીય મૂળના 4 વર્ષના બાળક અદ્વય જૈને…
ગીર લાયન અને સૌરાષ્ટ્ર પાટીદાર કલ્ચર સમાજના લાભાર્થે પ્રી - નવરાત્રી ગરબા ગીર લાયન અને…
શિકાગો મા આણંદ, બોરસદ, આંકલાવ, ખંભાત, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા ના વતની સમાજના આગેવાનો અને…
Dussehra Diwali | कैलिफोर्निया के बे एरिया में दशहरा और दिवाली के भव्य उत्सव के…