World

અમેરિકા જવાનું સપનું જોનારાઓને મોટો ફટકો: ટ્રમ્પે વિશ્વભરમાં વિઝા ઇન્ટરવ્યુ પર રોક લગાવી

US Visa Pause | ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના નેતૃત્વ હેઠળના અમેરિકન પ્રશાસને ઇમિગ્રેશન નિયમોને (Immigration Rules) વધુ કડક બનાવતા વિશ્વભરમાં યુએસ વિઝા એપોઇન્ટમેન્ટ્સ (US Visa Appointments) પર કામચલાઉ ધોરણે રોક લગાવી દીધી છે.

અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિશ્વભરના યુએસ એમ્બેસી અને કન્સ્યુલેટ્સમાં કામ કરતા કન્સ્યુલર અધિકારીઓ માટે એક ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

આ તાલીમના કારણે વિઝા ઈન્ટરવ્યુ અને એપોઇન્ટમેન્ટ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે લોકોના ઈન્ટરવ્યુ પહેલેથી જ નક્કી હતા, તેમને ઈમેલ મોકલીને એપોઇન્ટમેન્ટ રદ કરવાની જાણ કરવામાં આવી છે.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ખાસ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય વિઝા અરજદારોનું સ્ક્રીનિંગ (Screening) વધુ સઘન બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં અમેરિકાના સરકારી લાભો કે સરકારી સહાય પર નિર્ભર રહે તેવી શક્યતા ધરાવતી વ્યક્તિઓને વિઝા આપવાનું ટાળી શકાય.

ઇમિગ્રેશન પર ટ્રમ્પ સરકારના કડક પ્રહારો: ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી યુએસ વિઝાની રાહ જોઈ રહેલા હજારો ભારતીયો સહિત વિશ્વભરના અરજદારોને મોટો આંચકો લાગ્યો છે. માત્ર એપોઇન્ટમેન્ટ રોકવી જ નહીં, પરંતુ અમેરિકાએ અન્ય કેટલાક મોટા નિર્ણયો પણ લીધા છે:

બિઝનેસ અને ટુરીસ્ટ વિઝા રદ કરવાની તૈયારી: અમેરિકા અગાઉ આશ્રય માટે અરજી કરનારા લગભગ 2,00,000 વિદેશીઓના B1 અને B2 વિઝા રદ કરવાની યોજના બનાવી રહ્યું છે. જો આમ થશે તો તે યુએસ ઇતિહાસનું સૌથી મોટું વિઝા રદ્દીકરણ હશે.

H-1B વિઝાની ફીમાં અધધ વધારો: હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે (DHS) H-1B વિઝા અરજીઓ પર 103,265 US Dollar (આશરે રૂ. 99 લાખ) સુધીની વધારાની ફી લાદવાની દરખાસ્ત મૂકી છે. આ નિર્ણયથી આઇટી પ્રોફેશનલ્સ (IT Professionals) અને અમેરિકન કંપનીઓને મોટો આર્થિક ફટકો પડશે.

ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે દેશની આંતરિક સુરક્ષા વધારવા માટે આ પગલાં જરૂરી છે. જોકે, માનવઅધિકાર જૂથો અને કાનૂની નિષ્ણાતો આ નિર્ણયોની ભારે ટીકા કરી રહ્યા છે. અગાઉ 75 દેશોના નાગરિકો માટે ઈમિગ્રન્ટ વિઝા સ્થગિત કરવાના ટ્રમ્પના નિર્ણયને અમેરિકન કોર્ટે રદ કર્યો હતો, પરંતુ નવી ટ્રેનિંગના બહાને એપોઇન્ટમેન્ટ સ્થગિત થતાં ફરી અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.

Chief Editor

Recent Posts

એટલાન્ટામાં સંગીતકાર ગૌરાંગ વ્યાસની સ્વરયાત્રાને સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી

Gaurang Vyas Swaranjali | અમેરિકામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને ધબકતી રાખવાના ઉમદા હેતુથી કાર્યરત ;ઇન્ટરનેશનલ…

18 hours ago

मात्र 3 साल की उम्र में किताब लिखकर भारतीय मूल के अद्वय जैन ने बनाया गिनीज वर्ल्ड रिकॉर्ड

Advay Jain Record | अमेरिका के न्यू जर्सी में रहने वाले भारतीय मूल के 4…

1 day ago

માત્ર 3 વર્ષની ઉંમરે પુસ્તક લખી ભારતીય મૂળના અદ્વય જૈને બનાવ્યો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ

Advay Jain Record | અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ભારતીય મૂળના 4 વર્ષના બાળક અદ્વય જૈને…

1 day ago

દલાસમાં પ્રી નવરાત્રી ગરબા

ગીર લાયન અને સૌરાષ્ટ્ર પાટીદાર કલ્ચર સમાજના લાભાર્થે પ્રી - નવરાત્રી ગરબા ગીર લાયન અને…

2 days ago

શિકાગોમાં મિતેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત

શિકાગો મા આણંદ, બોરસદ, આંકલાવ, ખંભાત, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા ના વતની સમાજના આગેવાનો અને…

2 days ago

बे एरिया में AIA का दशहरा-दिवाली धमाका 2026, 17 अक्टूबर को भव्य आयोजन

Dussehra Diwali | कैलिफोर्निया के बे एरिया में दशहरा और दिवाली के भव्य उत्सव के…

2 days ago