Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery

કીર્તિ પટેલનો નવો વિવાદ: ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં કર્યું સ્નાન, સાધુ-સંતો નારાજ

Chief Editor February 16, 2026
kirti-patel-takes-dip-in-mrigikund-at-junagadh-mahashivratri

Kirti Patel Controversy | સોશિયલ મીડિયા (Social Media) પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ (Kirti Patel) ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જૂનાગઢના ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળા (Maha Shivratri Mela) દરમિયાન કીર્તિ પટેલે મૃગીકુંડમાં (Mrigi Kund) ડૂબકી લગાવી હતી.

ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ-સંતોના શાહી સ્નાન (Shahi Snan) સમયે કુંડમાં ઉતરી પડતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે જ્યારે સાધુઓની પરંપરાગત રવેડી (Ravedi) નીકળી હતી, ત્યારે કીર્તિ પટેલ (Kirti Patel) ભગવા વસ્ત્રો પહેરીને ત્યાં પહોંચી હતી.

વાઈરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે કીર્તિ સાધુઓની વચ્ચે મૃગીકુંડમાં ડૂબકી લગાવી ‘હર હર મહાદેવ’ના નાદ કરી રહી છે. આ ઘટનાની જાણ થતા જ તંત્રએ તાત્કાલિક કીર્તિ પટેલ (Kirti Patel)ને ત્યાંથી દૂર કરી હતી.

આ મામલે પ્રાંત અધિકારીએ (Prant Officer) જણાવ્યું છે કે મૃગીકુંડના નીતિ-નિયમો અંગે સાધુ-સંતો સાથે ચર્ચા કરવામાં આવશે. જો આ કૃત્યથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાનું જણાશે, તો કીર્તિ પટેલ (Kirti Patel) સામે કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરવામાં આવશે. આ ઘટનાને લઈને સ્થાનિક સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Junagadh (જૂનાગઢ) Kirti Patel (કીર્તિ પટેલ) Maha Shivratri (મહા શિવરાત્રી)

Post navigation

Previous: ‘જરાય શરમ રહી નથી, જોકરોનો શૉ ચાલી રહ્યો છે…’, ઓબામાએ ટ્રમ્પ સરકાર ની જાટકણી કાઢી
Next: ડલાસ: ઉદ્યોગપતિ આનંદભાઈ પાબારીને “બેસ્ટ રઘુવંશી ટાયકૂન એવોર્ડ 2025”થી સન્માનિત
Follow

Recent Posts

  • ઈરાનના સસ્તા ડ્રોને અમેરિકાના F-15 ફાઈટર જેટને આપી ચકમો: એરબિલમાં બ્રિટિશ ઓઈલ પ્લાન્ટ પર ડ્રોન હુમલાનો વીડિયો વાયરલ
  • બંગાળમાં ચૂંટણી પહેલા હિંસક હોબાળો: મતદાર યાદીમાંથી નામ કપાતા 7 અધિકારીઓ બંધક, 1 લાખથી વધુ લોકોના નામ ગાયબ હોવાનો આક્ષેપ
  • ટ્રમ્પે 20 મિનિટના ભાષણમાં ઈરાન અને હોર્મુઝ મુદ્દે દુનિયાને શું કહ્યું….
  • શિકાગો ખાતે શ્રી સીમંધર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી
  • અમેરિકામાં શ્રી યમુના મહારાણીજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRG
  • Video Gallery
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.