વ્હાઇટ હાઉસ (White House) ખાતે આયોજિત એક ભવ્ય સ્ટેટ ડિનર દરમિયાન બ્રિટિશ મહારાજા કિંગ ચાર્લ્સ તૃતીયે (King Charles III) પોતાની આગવી શૈલી અને રમૂજથી સૌના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે તેમણે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે ઐતિહાસિક મુદ્દાઓ પર હળવી મજાક કરી હતી.
થોડા સમય પહેલા ટ્રમ્પે કટાક્ષ કર્યો હતો કે જો અમેરિકા ન હોત તો યુરોપિયન દેશો આજે જર્મન ભાષા બોલતા હોત. આનો વળતો જવાબ આપતા કિંગ ચાર્લ્સે હસતા હસતા કહ્યું, “મિસ્ટર પ્રેસિડેન્ટ, જો અમે (બ્રિટિશરો) ન હોત, તો તમે આજે કદાચ ફ્રેન્ચ બોલતા હોત!” કિંગ ચાર્લ્સનો આ ઈશારો અમેરિકાની આઝાદી પૂર્વે ઉત્તર અમેરિકામાં ચાલેલા બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેના વર્ચસ્વના જંગ (French and Indian War) તરફ હતો.
કિંગ ચાર્લ્સે 1814 માં બ્રિટિશ સૈનિકો દ્વારા વ્હાઇટ હાઉસ સળગાવવાની ઘટનાને ‘રિયલ એસ્ટેટ રીડેવલપમેન્ટ’ (Real Estate Redevelopment) કહીને મજાક કરી હતી. તેમણે બોસ્ટન ટી પાર્ટી (Boston Tea Party) નો ઉલ્લેખ કરતા આજની સાંજને તેનાથી વધુ સુખદ ગણાવી હતી. ટ્રમ્પે પણ આ રમૂજને ખેલદિલીથી સ્વીકારતા કિંગ ચાર્લ્સની પ્રશંસા કરી હતી. અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે કિંગે બંને દેશોના ‘સ્પેશિયલ રિલેશનશિપ’ પર ભાર મૂક્યો હતો અને સાથે મળીને કામ કરવાનો સંદેશ આપ્યો હતો.
બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…
અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…
ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…
શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…
अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…
Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…