Gujarat Election Results | ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 (Local Body Election 2026) ના પરિણામોમાં અનેક ચર્ચિત ચહેરાઓના નસીબનો ફેંસલો થયો છે. આ વખતે જનતાએ ગ્લેમર અને સોશિયલ મીડિયા (Social Media) પ્રભાવ ધરાવતા સ્ટાર્સને પ્રાધાન્ય આપ્યું છે, જ્યારે અનેક દિગ્ગજ નેતાઓ અને પૂર્વ અધિકારીઓને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.
અંકિતા પરમાર (વડોદરા): જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમણે વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. ટિકિટ વિતરણ વખતે સ્થાનિક સ્તરે તેમનો વિરોધ થયો હતો, પરંતુ જનતાએ તેમના પક્ષમાં કૌલ આપ્યો છે.
રાજલ બારોટ-બાંભણીયા (ઉના): ગુજરાતના લોકપ્રિય લોકગાયિકા છે. તેમણે ઉના નગરપાલિકા થી પ્રથમવાર ચૂંટણી લડી અને 2313 મતો મેળવીને શાનદાર વિજય હાંસલ કર્યો છે.
કાવ્યા કથીરિયા (સુરત): પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાના પત્ની છે. તેમણે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 3 માંથી વિજય મેળવી પોતાના પરિવારનો રાજકીય દબદબો જાળવી રાખ્યો છે.
નેહા સુથાર (વિજાપુર): ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને સિંગર છે. તેમણે વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પરથી જીત મેળવી રાજકારણમાં સફળ એન્ટ્રી કરી છે.
રાજુ કરપડા (મુળી-2): જાણીતા ખેડૂત આગેવાન છે. અગાઉ આમ આદમી પાર્ટીમાં હતા, જે બાદમાં ભાજપમાં જોડાયા હતા. તેમણે મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર જીત મેળવી છે.
મનોજ નિનામા (શામળાજી): તેઓ પૂર્વ IPS અધિકારી છે. નિવૃત્તિના માત્ર બે મહિના પહેલા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ શામળાજીની ઓડ બેઠક પર તેમનો 2700 મતો થી કારમો પરાજય થયો છે.
ભૂપત ભાયાણી (ભેંસાણ): પૂર્વ ધારાસભ્ય છે જેઓ AAP માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ભેંસાણ જિલ્લા પંચાયત બેઠક પર AAP ના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાએ તેમને 1700 મતો થી હરાવ્યા છે.
નયનાબા જાડેજા (રાજકોટ): ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન છે. તેઓ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 માં કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ ભાજપના ઉમેદવાર સામે તેમની હાર થઈ છે.
RJ આભા (રાજકોટ): જાણીતા રેડિયો જોકી છે. કોંગ્રેસે તેમને રાજકોટ મનપાના વોર્ડ નંબર 10 માંથી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા અને રેડિયોની લોકપ્રિયતા મતોમાં પરિવર્તિત થઈ શકી નથી.
સોનલ ડેર (લાઠી): ખ્યાતનામ લોકસાહિત્યકાર માયા આહીરના પુત્રી છે. લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરે તેમને પરાજિત કર્યા છે.
બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…
અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…
ભારતીય રેલવેએ ફરી નિભાવી જીવનરક્ષકની ભૂમિકા: ત્રીજી વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન…
શ્રી દિલીપભાઈની આ સફળતા તમામ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સમાન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ…
अमेरिका में भारतीय मूल की नर्स की कथित हत्या के बाद पंजाब में रहने वाली…
Jasmine Gill Custody | અમેરિકામાં ભારતીય મૂળની નર્સની કથિત હત્યા બાદ પંજાબમાં રહેતી તેની માતાએ…