Trump Tariff Policy | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાની આક્રમક ટેરિફ પોલિસીને લઈને ફરી એકવાર ચર્ચામાં છે. ફેબ્રુઆરી 2026 માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હોવા છતાં, ટ્રમ્પ પ્રશાસન પીછેહઠ કરવા તૈયાર નથી.
કોર્ટના મતે, ટ્રમ્પે 1977 ના ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) નો દુરુપયોગ કર્યો હતો. આ ચુકાદાને કારણે અમેરિકન તિજોરીમાં જમા થયેલા 166 બિલિયન ડોલર આયાતકારોને પરત કરવા પડે તેવી નોબત આવી છે.
જોકે, આ કાયદાકીય આંચકા છતાં ટ્રમ્પે તાત્કાલિક અસરથી 150 દિવસ માટે 10% ટેમ્પરરી ટેરિફ લાગુ કરી દીધો હતો, જેની મુદત 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. હવે ટ્રમ્પ પ્રશાસન નવી કાયમી ટેરિફ પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે.
આ માટે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા બે મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. જો કોઈ દેશ ‘અયોગ્ય’ કે ‘ભેદભાવપૂર્ણ’ વેપાર નીતિ અપનાવશે, તો તેના પર ટ્રેડ એક્ટ-1974 ના સેક્શન 301 હેઠળ કાયમી ટેરિફ લાદવામાં આવશે.
હાલમાં અમેરિકા દ્વારા બે અત્યંત મહત્ત્વની તપાસ ચાલી રહી છે. પ્રથમ તપાસ ભારત સહિત 60 દેશોમાં થતી ‘જબરન મજૂરી’ (Forced Labor) પર છે, જેનો હેતુ સસ્તા મજૂરો દ્વારા બનાવાયેલી ચીજોની આયાત રોકવાનો છે.
બીજી તરફ, ચીન, યુરોપીયન યુનિયન અને જાપાન જેવા 16 મુખ્ય ટ્રેડ પાર્ટનર્સ સામે ‘ઓવર પ્રોડક્શન’ (Over Production) અંગે તપાસ શરૂ કરાઈ છે. આરોપ છે કે આ દેશો કિંમતો ઘટાડી અમેરિકન ઉત્પાદકોને નુકસાન પહોંચાડે છે.
મિડટર્મ ઇલેક્શન (Midterm Elections) પહેલા લેવાયેલો આ નિર્ણય અમેરિકન ઉદ્યોગોને બચાવવાનો પ્રયાસ માનવામાં આવે છે, પરંતુ તેનાથી વૈશ્વિક બજારમાં મોંઘવારી વધવાની ભીતિ છે.
Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…
મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…
UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…