Father of Two Drowns While Paddleboarding During Family Picnic
અમેરિકાના ન્યૂ જર્સી (New Jersey-USA) રાજ્યમાં પરિવાર સાથે પિકનિક માણવા ગયેલા 41 વર્ષીય ભારતીય મૂળના નાગરિક કૌશિક શર્માનું (Kaushik Sharma) પેડલબોર્ડિંગ (Paddleboarding) કરતી વખતે તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ અચાનક થયેલા અવસાનથી તેમનો પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે, જેમાં તેઓ પોતાની પત્ની અને 2 નાના બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે.
મળતી માહિતી મુજબ, ન્યૂ જર્સીના (New Jersey) એડિસન (Edison) વિસ્તારમાં રહેતા કૌશિક શર્મા (Kaushik Sharma) રવિવારે, 16 ઓગસ્ટના રોજ પોતાના પરિવાર સાથે રોક્સબરી ટાઉનશિપ (Roxbury Township) માં આવેલા હોપેટકોંગ સ્ટેટ પાર્ક (Hopatcong State Park) ખાતે લેક હોપેટકોંગ (Lake Hopatcong) પર રજાઓ માણવા ગયા હતા.
પિકનિક દરમિયાન બપોરે આશરે 2:30 વાગ્યાની આસપાસ તેઓ લેકમાં પેડલબોર્ડિંગ કરી રહ્યા હતા. ત્યાં હાજર લોકોએ તળાવમાં એક બિનવારસી પેડલબોર્ડ તરતું જોયું અને તાત્કાલિક નજીકના બીચ લાઈફગાર્ડને જાણ કરી હતી.
તપાસ કરતા માલૂમ પડ્યું કે કૌશિક શર્મા (Kaushik Sharma) લાઈફગાર્ડની દેખરેખ વગરના બિન-સુરક્ષિત વિસ્તારમાં પેડલબોર્ડિંગ (Paddleboarding) કરી રહ્યા હતા. ડૂબી જવાની શંકા જતાં તુરંત જ ન્યૂ જર્સી સ્ટેટ પોલીસ (New Jersey State Police) અને ઇમરજન્સી સર્ચ ટીમ દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાંજે આશરે 7:00 વાગ્યે કૌશિક શર્માનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
સ્થાનિક સત્તાવાળાઓ અને મોરિસ કાઉન્ટી પ્રોસિક્યુટર ઓફિસ (Morris County Prosecutor’s Office) ના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ ષડયંત્ર કે શંકાસ્પદ બાબત જણાતી નથી અને તે એક અકસ્માત હતો.
કૌશિક શર્મા (Kaushik Sharma) એડિસન (Edison) ના સ્થાનિક ભારતીય સમુદાય, BAPS મંદિર, એડિસન સ્કૂલ PTO બોર્ડ અને ગુજરાતી કમ્યુનિટી (Gujarati Community) માં ખૂબ જ સક્રિય અને લોકપ્રિય વ્યક્તિ હતા.
મહત્વનું છે કે કૌશિક શર્માનો (Kaushik Sharma) પરિવાર અમેરિકામાં (America) ડિપેન્ડન્ટ વિઝા (Dependent Visa) પર રહેતો હતો, જેના કારણે કૌશિકના અચાનક જવાથી પરિવાર સામે રહેઠાણ અને આર્થિક સંકટ ઊભું થયું છે.
પરિવારને મદદરૂપ થવા અને અંતિમ સંસ્કાર તથા રહેવાના ખર્ચ માટે ગોફંડમી (GoFundMe) પ્લેટફોર્મ પર ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. આ બનાવથી અમેરિકામાં (America) વસતા ભારતીય સમુદાયમાં (Indian Community) ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઇન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી ઓફ એટલાન્ટા (IGCSA) દ્વારા સ્વ. ગૌરાંગ વ્યાસને ભવ્ય સ્વરાંજલિ એટલાન્ટા, USA:…
Advay Jain Record | अमेरिका के न्यू जर्सी में रहने वाले भारतीय मूल के 4…
Advay Jain Record | અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ભારતીય મૂળના 4 વર્ષના બાળક અદ્વય જૈને…
ગીર લાયન અને સૌરાષ્ટ્ર પાટીદાર કલ્ચર સમાજના લાભાર્થે પ્રી - નવરાત્રી ગરબા ગીર લાયન અને…
શિકાગો મા આણંદ, બોરસદ, આંકલાવ, ખંભાત, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા ના વતની સમાજના આગેવાનો અને…
Dussehra Diwali | कैलिफोर्निया के बे एरिया में दशहरा और दिवाली के भव्य उत्सव के…