ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોએ 80 મા સ્વાતંત્ર્ય દિનની 15 મી ઓગસ્ટ અને રક્ષા બંધનની ની કરેલ ઉજવણી ISC એ 15 મી ઓગસ્ટ 2026 ના રોજ માનવ સેવા મંદિર ના લક્ષ્મી હૉલમાં 360 સભ્યોની હાજરીમાં ભારતના સ્વતંત્ર દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સંચાલન ISCના ઉપપ્રમુખ નવીન પટેલે કર્યું હતું. સભ્યોનો જન્મ દિવસ ભુપેન્દ્ર સુથાર તથા સભ્યો દ્વારા ગાયેલ ગણેશ સ્તુતિ, હનુમાન ચાલીસા, ‘બાર બાર યે દિન આયે’ સોંગ ગાઈને તથા અગાઉના પ્રમુખ દિલીપભાઇ પટેલ ના શુભ હસ્તે પુષ્પ ગુંચ આપી સભ્યોનું સન્માન કરવામાં આવેલ. ત્યાર બાદ જોઇન્ટ ટ્રેજરર પન્ના શાહ એ જુલાઈ માસનો આવક જાવક નો હિસાબ રજુ કરેલો અને આઇએસસી ને આર્થિક મદદ કરનાર સભ્યોના નામ જાહેર કરેલ. ત્યાર બાદ માનવ સેવા મંદિરના ડાહ્યાભાઇ પ્રજાપતિએ માનવ સેવા મંદિર ના લાભાર્થે ઓકટોબર 10, 2026 ના રોજ ફંડ રઇજિંગ ડિનરમાં સહકાર આપવા જણાવેલ. તથા હંસીકાબેન મોદી (બીપીનભાઈ મોદી) ના પત્ની તથા કલાબેન ઓઝા (જયંતીભાઈ ઓઝા) ના પત્ની અવસાન નિમિતે સભ્યો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવેલ. નવીન પટેલે શિકાગો માં બની રહેલ હિન્દુ મોક્ષ ધામ વિષે જરૂરી માહિતી આપી હતી.ISC ના કારોબારી સભ્ય દક્ષાબેન પરીખે રક્ષા બંધન કાર્યક્રમ માટે 10 ભાઈઓ અને 10 બહેનો એ ચાંદલો કરી રાખડી બાંધી હતી અને સુખમય દીર્ધ આયુષ્ય માટે મીઠાઇ ખવડાવી ‘ભૈયા મોરે રાખી કે બંધન કો.. ગીત ગાઈ પ્રાર્થના કરી હતી. ભારતના 80 મા સ્વાતંત્ર્ય દિન નું સંચાનલ ભુપેન્દ્ર સુથાર દ્વારા કરવામાં આવેલ. જયારે ભારતના 80 મા સ્વાતંત્ર્ય દિન અને અમેરિકાના 250 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ની માહિતી પ્રો. શરદભાઈ શાહે આપેલ. ISC ના પ્રેસિડેન્ટ કાન્તીભાઈ પટેલ ની આગેવાની નીચે 30 જેટલા ભાઈ-બહેનો એ હાથમાં ત્રિરંગા ધ્વજ સાથે ‘ભારત માતાની જય’ , ‘શહીદો અમર રહો’, વંદેમાતરમ’ સૂત્રો બોલીને પરેડ નું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ આજના અતિથિ વિશેષ છોટાલાલ પટેલ નું આઇએસસી પ્રેસિડેન્ટ કાન્તીભાઈ પટેલે પુષ્પ ગુચ્છ સન્માન કરવામાં આવેલ અને છોટાલાલ પટેલે રાષ્ટ્રીય તિરંગો ફેરાવી અને વંદેમાતરમ ગીત તથા રાષ્ટ્રીય ગીત ‘જણ ગણ મન’ ગાઈને ધ્વજ ને સલામી આપેલ. ત્યારબાદ સભ્યો ભુપેન્દ્ર સુથાર, ગીતા સુથાર, પન્ના શાહ, દક્ષા પરીખ, પ્રવીણ ગાંધી, દુર્ગેશ શાહ, ભદ્રા શાહ, દિપેશ મોદીએ રાષ્ટ્ર ભક્તિના ગીતો ગાયેલા.અંતમાં પ્રેસિડેન્ટ કાન્તીભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ નવીન પટેલે RSVP સબંધી અને 3 ઓકટોબરના રોજ આયોજિત સંસ્થાના વાર્ષિક કાર્યક્રમની વિગતો આપી હતી. અંતે સામૂહિક પ્રાર્થના બાદ સ્વાદિષ્ટ લંચ લઈ સૌએ વિદાય લીધી.
ફ્રિસ્કોમાં નવા જૈન સેન્ટરનું ભૂમિપૂજન ફ્રિસ્કો, ટેક્સાસ: જૈન સોસાયટી ઓફ નોર્થ ટેક્સાસ (JSNT) 14 નવેમ્બર,…
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં ઉપસ્થિત રહેવા આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાને આમંત્રણ પાઠવાયું ગાંધીનગર,…
લોસએંજલસમાં આેટલનું નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન આેટલો નૂતનવર્ષ દિવાળી સ્નેહમિલન Report "ઓટલો દે છે આવકારો ને…
Chicago Patidar Samaj | शिकागो में बावीस गांव पाटीदार समाज की ओर से दिवाली और…
Chicago Patidar Samaj | શિકાગો ખાતે બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દિવાળી અને નૂતન વર્ષની…
સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ સુરતી લેઉવા…