- આજે ગાંધીનગર આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરની મુલાકાત લેશે
- કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો ઉમર અબ્દુલ્લાનો પ્રયાસ
- ઉમર અબ્દુલ્લા ગાંધીનગરમાં ગુજરાતના વિવિધ ટૂર ઑપરેટરો સાથે બેઠક કરશે
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે બુધવારે સાંજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે રાજ્ય સંબંધી વિકાસાત્મક મુદ્દાઓ અને આંતરરાજ્ય સહકાર પર ઔપચારિક ચર્ચા થઈ હતી.
ઓમર અબ્દુલ્લાહ હાલમાં દ્વિ-દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગુરુવારે બપોરે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તેમના પ્રવાસનો હેતુ ગુજરાતના વિવિધ વિકાસ મોડેલોનો અભ્યાસ કરવો તથા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાનો છે.
જમ્મૂ-કાશ્મીરના પર્યટનને વેગ આપવા માટે જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં પહલગામમાં થયેલા હુમલા બાદ ઘટેલી પ્રવાસીઓની સંખ્યાને ફરીથી વધારવાનો છે.
ઉમર અબ્દુલ્લા ગાંધીનગરમાં ગુજરાતના વિવિધ ટૂર ઑપરેટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં કાશ્મીરમાં પ્રવાસનને ફરીથી જીવંત કરવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉમર અબ્દુલ્લા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.
તેમણે જણાવ્યું કે છેલ્લા 30-35 વર્ષથી જ્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન શરૂ થયું છે, ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ હંમેશા ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો રહ્યા છે. ગુજરાતના લોકો ફરીથી મોટી સંખ્યામાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાનું શરૂ કરશે.
પહલગામ હુમલા પર તેમણે કહ્યું કે સંસદમાં ઘણી બાબતો પર ચર્ચા થવી જોઈએ અને કેન્દ્ર સરકારે ઘણા મુદ્દાઓ પર જવાબ આપવો પડશે. તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે થોડા દિવસો પહેલા સ્વીકાર્યું હતું કે જો પહલગામ હુમલો ગુપ્તચર અને સુરક્ષાની નિષ્ફળતા હતી, તો તેના માટે કોઈ જવાબદાર છે. તેમણે એ પણ જણાવ્યું કે આ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે.
