મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે શાંતિની એક નવી આશા જાગી છે. ઈરાન (Iran) એ પાકિસ્તાન (Pakistan) મારફતે અમેરિકા (USA) સાથે મધ્યસ્થી કરવા માટે શરતી તૈયારી દર્શાવી છે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ઈરાનની સુરક્ષાની ખાતરી આપવામાં આવે, તો બંને દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ (Ceasefire) અથવા હુમલાઓ પર રોક લગાવવા અંગે મોટી જાહેરાત થઈ શકે છે.
ઈરાનની 5 મુખ્ય શરતો (Key Conditions): ઈરાને મધ્યસ્થી પ્રક્રિયામાં જોડાવા માટે 5 મુખ્ય શરતો રજૂ કરી છે:
- ઈરાન પર થતા તમામ સૈન્ય હુમલાઓ (Military Attacks) તાત્કાલિક બંધ કરવામાં આવે.
- અમેરિકા અને ઇઝરાયલ (Israel) તરફથી ભવિષ્યમાં હુમલો ન કરવાની લેખિત ખાતરી (Written Guarantee) આપવામાં આવે.
- પાકિસ્તાન, સાઉદી અરેબિયા (Saudi Arabia), ઇજિપ્ત (Egypt) અને તુર્કી (Turkey) આ પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવે.
- વોશિંગ્ટન તેહરાનની સુરક્ષા ચિંતાઓનું નિવારણ કરે તેની ગેરંટી આ 4 દેશો આપે.
- વાટાઘાટો માટે એક ચોક્કસ રોડમેપ (Roadmap) તૈયાર કરવામાં આવે.
ઈસ્લામાબાદમાં મહત્વની બેઠક: આગામી 29-30 માર્ચના રોજ ઇસ્લામાબાદમાં વિદેશ મંત્રીઓની એક હાઈ-લેવલ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં ઈરાનની શરતો પર ચર્ચા થશે. જો આ મધ્યસ્થી સફળ રહેશે, તો 31 માર્ચથી 7 એપ્રિલ વચ્ચે મોટી જાહેરાત થઈ શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ (Shehbaz Sharif) અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન (Masoud Pezeshkian) વચ્ચે થયેલી વાતચીત બાદ આ પ્રક્રિયા ઝડપી બની છે.
