મધ્ય પૂર્વ (Middle East) માં છેલ્લા 6 અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર વિરામ લાગ્યા બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને (Iran) જાહેરાત કરી છે કે આગામી 2 અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરિયાઈ અવરજવર ફરી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા કરવામાં આવેલી સીઝફાયર (Ceasefire) ની જાહેરાત બાદ લેવામાં આવ્યો છે.
ઈરાન આ માર્ગ ખોલવા તૈયાર તો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું તે પસાર થતા જહાજો પાસેથી ટોલ (Toll) વસૂલશે? ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે ટેકનિકલ સંકલન સાથે સુરક્ષિત અવરજવર શક્ય બનશે. જોકે, ઈરાને અગાઉ તેના 10 મુદ્દાના પ્રસ્તાવમાં યુદ્ધના નુકસાનની ભરપાઈ કરવા માટે ટોલ વસૂલવાની વાત કરી હતી, જેનાથી ભારત (India) સહિત દુનિયાભરના દેશો ચિંતિત છે.
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના અર્થતંત્ર (Economy) માટે અત્યંત મહત્વનું છે કારણ કે:
વિશ્વનો 20% તેલ પુરવઠો (Oil Supply) અહીંથી પસાર થાય છે.
આ માર્ગ બંધ થવાથી તેલ અને ગેસની કિંમતો (Oil and Gas Prices) માં મોટો ઉછાળો આવ્યો હતો.
આ યુદ્ધમાં અત્યાર સુધી 5000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આ સીઝફાયરને ‘ડબલ-સાઇડેડ’ (Double-sided) ગણાવ્યું છે. પાકિસ્તાનની મધ્યસ્થતા બાદ હવે ઇસ્લામાબાદ (Islamabad) માં અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ વાતચીત થવાની શક્યતા છે. જોકે, ઈઝરાયલ (Israel) પર થયેલા મિસાઇલ હુમલાના દાવાઓ અને ઈરાનની યુરેનિયમ સંવર્ધનની જીદ જોતા આ શાંતિ કેટલી ટકશે તે એક મોટો પ્રશ્ન છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…