Indo-MIM IPO | એન્જિનિયરિંગ કલપૂર્જા (Engineering Components) બનાવતી જાણીતી કંપની ઇન્ડો-એમઆઈએમ લિમિટેડ (Indo-MIM Limited) પોતાનો 3,812 કરોડ રૂપિયાનો આઈપીઓ (IPO) લોન્ચ કરવા જઈ રહી છે.
કંપનીએ આ પબ્લિક ઈશ્યૂ (Public Issue) માટે 461 થી 485 રૂપિયાની પ્રાઇસ બેન્ડ (Price Band) નક્કી કરી છે. આ પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તર પર કંપનીનું વેલ્યુએશન (Valuation) આશરે 24,000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ આઈપીઓ 23 જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 27 જુલાઈના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) માટે આ ઈશ્યૂ 22 જુલાઈના રોજ ખુલશે.
બેંગલુરુ (Bengaluru) હેડક્વાર્ટર ધરાવતી આ કંપનીના IPOમાં 500 કરોડ રૂપિયા સુધીના ફ્રેશ શેર (Fresh Issue) અને 6.83 કરોડ શેરની ઓફર ફોર સેલ (Offer for Sale – OFS) સામેલ છે.
કંપની આ ભંડોળમાંથી 400 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવા (Debt Repayment) માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey Market Premium – GMP) ની વાત કરીએ તો, હાલમાં ઇન્ડો-એમઆઈએમનો જીએમપી 213 રૂપિયા ચાલી રહ્યો છે.
જો 485 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ પર શેર ફિક્સ થાય, તો વર્તમાન જીએમપીના આધારે તેનું લિસ્ટિંગ (Listing) આશરે 44 ટકા પ્રીમિયમ સાથે થઈ શકે છે.
આ શેર 30 જુલાઈના રોજ બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટ થશે. 1996 માં સ્થપાયેલી આ કંપની ઓટોમોટિવ, એરોસ્પેસ, મેડિકલ અને ડિફેન્સ ઉદ્યોગો માટે મેટલ ઇન્જેક્શન મોલ્ડિંગ (Metal Injection Molding – MIM) નું કામ કરે છે.
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…
અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…
Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…
Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…
Operation Protect the Vote | अमेरिका में चुनावी धोखाधड़ी के आरोप में भारतीय मूल के…
Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…