Android Privacy Tips | આજના સમયમાં સ્માર્ટફોન (Smartphone) નો ફ્રન્ટ કેમેરા (Front Camera) હેક થવાનો ખતરો ખૂબ વધી ગયો છે. સાયબર ક્રિમિનલ્સ (Cyber Criminals) અને સ્કેમર્સ (Scammers) લોકોના ખાનગી ફોટા કે વીડિયો રેકોર્ડ કરીને બ્લેકમેલ (Blackmail) કરવા માટે કેમેરા હેકિંગનો સહારો લે છે.
જો ફોનમાં કોઈ ખતરનાક મેલવેર (Malware) આવી જાય અથવા યુઝર ભૂલથી કોઈ ફેક એપ (Fake App) ને કેમેરાની પરમિશન (Permission) આપી દે, તો પ્રાઇવસી (Privacy) જોખમાઈ શકે છે.
સામાન્ય રીતે હેકર્સ કોઈ લિંક દ્વારા કે કીલોગર (Keylogger) નો ઉપયોગ કરીને ફોનના કેમેરા પર 24×7 નજર રાખી શકે છે. એન્ડ્રોઇડ (Android 12) કે તેના પછીના વર્ઝનમાં જ્યારે પણ કોઈ એપ કેમેરાનો ઉપયોગ કરે છે, ત્યારે સ્ક્રીન પર ઉપરના ભાગમાં લીલા રંગનો એક ઇન્ડિકેટર (Green Indicator) દેખાય છે. તેના પર ટેપ કરીને જાણી શકાય છે કે કઈ એપ કેમેરાનો ઉપયોગ કરી રહી છે.
જો તમને કોઈ એપ પર શંકા હોય, તો ફોનના સેટિંગ્સ (Settings) માં જઈને એપ્સ (Apps) ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ તે એપની પરમિશન (Permissions) માં જઈને કેમેરા એક્સેસને ડોન્ટ એલાઉ (Don’t Allow) કરી દો.
આ સિવાય, એન્ડ્રોઇડ ફોનમાં ક્વિક સેટિંગ્સ (Quick Settings) અથવા પ્રાઇવસી કંટ્રોલ્સ (Privacy Controls) માં આખા ફોનનો કેમેરા એક્સેસ (Camera Access) એકસાથે બંધ કરવાનો વિકલ્પ પણ મળે છે.
જ્યાં સુધી તમે તેને ફરી ચાલુ નહીં કરો, ત્યાં સુધી કોઈ પણ એપ કેમેરાનો ઉપયોગ કરી શકશે નહીં. સુરક્ષા માટે ઘણા યુઝર્સ ફ્રન્ટ કેમેરા પર ટેપ કે શારીરિક કવર (Physical Cover) પણ લગાવે છે.
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…
અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…
Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…
Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…
Operation Protect the Vote | अमेरिका में चुनावी धोखाधड़ी के आरोप में भारतीय मूल के…
Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…