Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

ભારત-ઈરાન સિક્રેટ ડીલ: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતીય જહાજો સુરક્ષિત રીતે થયા પસાર, જાણો શું છે મામલો

Chief Editor March 15, 2026
india-iran-secret-deal-strait-of-hormuz-tanker-release

India Iran Secret Deal | પશ્ચિમ એશિયામાં (West Asia) અમેરિકા અને ઈરાન (Iran) વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિ છે, જેમાં અમેરિકાએ ઈરાની દ્વીપ ‘ખર્ગ’ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે.

આ ભયંકર તણાવ વચ્ચે ભારત અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વની કૂટનીતિ (Diplomacy) જોવા મળી છે. ઈરાનના અંકુશ હેઠળના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી ભારતના બે મોટા ઓઈલ ટેન્કરો ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ સુરક્ષિત રીતે પસાર થઈને ભારત પહોંચ્યા છે.

Join Our WhatsApp Group

સામરિક નિષ્ણાત બ્રહ્મા ચેલાનીના મતે, આ કોઈ અકસ્માત નથી પણ નવી દિલ્હી અને તેહરાન વચ્ચે થયેલી એક ‘સિક્રેટ ડીલ’ (Secret Deal) નું પરિણામ છે.

ભારતે માનવીય અભિગમ અપનાવી કોચીમાં (Kochi) રોકાયેલા ઈરાની નૌસેનાના જહાજ ‘આઈઆરઆઈએસ લવાન’ (IRIS Lavan) ના આશરે 180 નાવિકોને ચાર્ટર ફ્લાઈટ દ્વારા સુરક્ષિત ઈરાન મોકલ્યા હતા. તેના બદલામાં ઈરાને ભારતીય ટેન્કરોને 92 હજાર ટન (92,000 Tons) LPG સાથે પસાર થવાની મંજૂરી આપી હતી.

આ ઘટના 4 માર્ચે અમેરિકી સબમરીન દ્વારા ઈરાની ફ્રિગેટ ‘આઈઆરઆઈએસ ડેના’ (IRIS Dena) ને ડૂબાડ્યા બાદના તણાવ વચ્ચે બની છે. ભારત માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે કારણ કે દેશનું 40% ક્રૂડ ઓઈલ (Crude Oil) અહીંથી આવે છે. જોકે, હજુ પણ ભારતના 22 ટેન્કરો ત્યાં ફસાયેલા છે, અને ભારતની આ કૂટનીતિ બાકીના જહાજોને છોડાવવામાં કેટલી સફળ રહે છે તેના પર સૌની નજર છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Join Our WhatsApp Group
Tags: Crude Oil (ક્રૂડ ઓઇલ) India (ભારત) Iran (ઈરાન) US-Israel-Iran war (અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ)

Post navigation

Previous: અમરેલીઃ ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધનું કૌભાંડ પકડાયું
Next: ઈરાને ઈઝરાયલ સામે વાપર્યું ‘બ્રહ્માસ્ત્ર’: જાણો શું છે આ ‘ડાન્સિંગ મિસાઈલ’ સેજ્જિલ?
Follow

Recent Posts

  • અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ
  • અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી
  • ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક
  • ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી
© 2025 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.