Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

Chief Editor November 2, 2026
2 br1

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ’ અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું
**
રેડિયોલોજી વિભાગ દ્વારા ૨૮ થી ૭૧ વર્ષની વયજૂથની મહિલાઓની મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરાઈ
– મેમોગ્રાફી કરાયેલ ૨૮૮માંથી ૨૬૫ મહિલાઓના રિપોર્ટ સામાન્ય કે ઓછાં જોખમવાળા, જ્યારે ૨૩ મહિલાઓમાં શંકાસ્પદ ગાંઠ કે ફેરફાર જણાતા વધુ તપાસની સલાહ
**
‘પિંક ઓક્ટોબર’ અંતર્ગત ૩૫ વર્ષથી ઓછી ઉંમરની ૧૧૬ યુવતીઓનું સ્ક્રીનિંગ: ૨ માં શંકાસ્પદ લક્ષણો મળતાં બાયોપ્સીની સલાહ
**
સ્તન કેન્સરના શરૂઆતના તબક્કે ઘણી વખત કોઈ સ્પષ્ટ દુખાવો કે લક્ષણ હોતા નથી, તેથી નિયમિત સ્ક્રીનિંગ જીવનરક્ષક સાબિત થાય છે :— ડૉ. રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

**
સ્તન કેન્સર અંગે મહિલાઓમાં જાગૃતિ વધારવા અને રોગની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર શરૂ કરી શકાય તેવા ઉમદા હેતુથી દર વર્ષે ઓક્ટોબર ૧ થી ઓક્ટોબર ૩૧ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ‘પિંક ઓક્ટોબર’ અથવા ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ’ તરીકે મનાવવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનનો હેતુ સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો, તબીબી સંશોધનો માટે પ્રોત્સાહન આપવાનો અને સમયસર નિદાન પર ભાર મૂકવાનો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે આ વૈશ્વિક અભિયાનની થીમ “Every story is unique, every journey matters” (દરેક વાર્તા અજોડ છે, દરેક યાત્રા મહત્વપૂર્ણ છે) નિર્ધારિત કરવામાં આવી છે, જે વ્યક્તિગત અનુભવોને ઉજાગર કરે છે અને ગુણવત્તાસભર સારવાર સુધી સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે.

આ વૈશ્વિક અભિયાનની ભાવનાને અનુસરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા ‘બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ’ અંતર્ગત ઓક્ટોબર મહિનામાં વિશેષ સ્તન તપાસ (સ્ક્રીનિંગ) ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન ૨૮થી ૭૧ વર્ષની વયજૂથની કુલ ૨૯૭ મહિલાઓની મેમોગ્રાફી અને સોનોગ્રાફી તપાસ કરવામાં આવી હતી.

અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર પર
Join Now →

સ્ક્રીનિંગના મુખ્ય તારણો અને આંકડાકીય વિગત આપતા સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના વડા ડૉ. શીતલ પટેલે જણાવ્યું હતું કે તપાસ કરાયેલી ૨૯૭ મહિલાઓમાં ૪૦ વર્ષથી ઓછી ઉંમરની ૪૯ અને ૪૦ વર્ષથી વધુ ઉંમરની ૨૪૮ મહિલાઓ સામેલ હતી, જેમાંથી
કુલ ૨૯૭ મહિલાઓમાંથી ૨૧૧ મહિલાઓની મેમોગ્રાફી અને સોનોગ્રાફી બંને કરવામાં આવી હતી, ૭૭ મહિલાઓની માત્ર મેમોગ્રાફી કરવામાં આવી, જ્યારે ૯ મહિલાઓની માત્ર સોનોગ્રાફી તપાસ કરવામાં આવી.

મેમોગ્રાફી કરવામાં આવેલ ૨૮૮ મહિલાઓમાંથી,
– ૨૬૫ મહિલાઓના રિપોર્ટ સામાન્ય અથવા ઓછા જોખમવાળા નોંધાયા.
– ૨૩ મહિલાઓમાં શંકાસ્પદ ગાંઠ કે ફેરફાર જણાતાં તેમને આગળની તપાસ અને બાયોપ્સી માટે રેફર કરાઈ.
– ૨૩ પૈકી ૫ મહિલાઓની બાયોપ્સી પૂર્ણ થઈ છે, જેમાંથી ૨ મહિલાઓના રિપોર્ટ બિન-કેન્સરગ્રસ્ત (Benign) આવ્યા છે, જ્યારે ૩ના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. બાકીની ૧૮ મહિલાઓને બાયોપ્સી કરાવવા કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે.

માત્ર સોનોગ્રાફી તપાસ કરવામાં આવેલ ૯ મહિલાઓથી ૨ મહિલાના તપાસ પરિણામો શંકાસ્પદ જણાતા તેમને વધુ તપાસ માટે બાયોપ્સી કરાવવાની સલાહ આપવામાં આવી છે.

યુવા મહિલાઓમાં સ્ક્રીનિંગનું વિશેષ મહત્વ છે, ત્યારે આ અભિયાન દરમિયાન ૩૫ વર્ષથી ઓછી વયની ૧૧૬ મહિલાઓની સોનોગ્રાફી કરવામાં આવી હતી. આ પૈકી ૨ યુવતીઓમાં પણ શંકાસ્પદ લક્ષણો મળતાં તેમને બાયોપ્સી કરાવવા સૂચન કરાયું છે. સામાન્ય રીતે નાની ઉંમરે સોનોગ્રાફી અને જરૂરિયાત મુજબ વય તથા જોખમી પરિબળોને આધારે મેમોગ્રાફી પસંદ કરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષી અને રેડિયોલોજી વડા ડૉ. શીતલ પટેલએ જણાવ્યું કે, સ્તન કેન્સરના શરૂઆતના તબક્કે ઘણી વખત કોઈ સ્પષ્ટ દુખાવો કે લક્ષણ હોતા નથી, તેથી નિયમિત સ્ક્રીનિંગ જીવનરક્ષક સાબિત થાય છે. કોઈપણ પ્રકારના લક્ષણોની અવગણના ન કરીને તાકીદે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ.

મહિલાઓએ ધ્યાનમાં રાખવા જેવા લક્ષણો
– સ્તન અથવા બગલમાં નવી ગાંઠ થવી.
– સ્તનના કદ કે આકારમાં અસામાન્ય ફેરફાર.
– સ્તનની ત્વચા પર લાલાશ, ખરબચડાપણું કે ખાડા પડવા.
– નિપલમાંથી લોહી અથવા અસામાન્ય પ્રવાહી નીકળવું.

ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ મહિલાઓમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને સમયસર નિદાનના મહત્વને ઉજાગર કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
NRI SPECIAL

વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

તમારે શું મોકલવાનું?

પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.

તમારી માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજને એકબીજા સાથે જોડવાનું માધ્યમ

Post navigation

Previous: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન
અમારી WhatsApp ચેનલ સાથે જોડાઓ
લેટેસ્ટ અપડેટ મેળવો સીધા WhatsApp પર
Join Now →

Recent Posts

  • બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ
  • પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન
  • વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદયનું પરિવહન
  • IFFICO ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી બહુમતીથી વિજેતા
  • अमेरिका में बेटी की हत्या के बाद मां की गुहार, 8 महीने के नाती की कस्टडी के लिए भारत और अमेरिका सरकार से मांगी मदद
NRI SPECIAL

NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ

તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગો Sacharachar.com પર મોકલો.

કયા પ્રસંગોની માહિતી મોકલી શકો?
♥

પારિવારિક પ્રસંગો

લગ્ન, સગાઈ, જન્મદિવસ અને ખાસ પ્રસંગો.

✦

સામાજિક અને ધાર્મિક

નવરાત્રી, દિવાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો.

★

કોમ્યુનિટી સિદ્ધિઓ

શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.

✓

શું મોકલવું?

ટૂંકી માહિતી અને 2–5 ફોટા.

માહિતી મોકલો
☎ WhatsApp +91-94271-85234 ✉ Email info.sacharachar@gmail.com
Sacharachar.com ગુજરાતી સમાજ સાથે જોડાણ
© 2026 Sacharachar | All Rights Reserved.
  • About Us
  • Contact Us
  • Publication Policy
  • Advertise With us
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.