Gujarat

ચોરાયેલા મોબાઈલ રિકવરીમાં ગુજરાત પોલીસ દેશમાં ત્રીજા ક્રમે: 46% રિકવરી રેટ

Mobile Recovery Gujarat | ટેલિકોમ વિભાગ (Department of Telecommunications) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યે મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં રાષ્ટ્રીય ફલક પર નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ભારત સરકારના ‘સંચાર સાથી’ (Sanchar Saathi) પોર્ટલ અને CEIR મોડ્યુલના અસરકારક ઉપયોગ દ્વારા ગુજરાત, દેશના મોટા રાજ્યોની યાદીમાં રિકવરીની ટકાવારીમાં 3 જો ક્રમ મેળવ્યો છે.

ગુજરાત પોલીસે 46.71 ટકાના રિકવરી રેટ (Recovery Rate) સાથે છેલ્લા એક વર્ષમાં 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા છે.

રાષ્ટ્રીય કક્ષાએ મોબાઈલ રિકવરીનો દર 32.6 ટકા છે, જેની સરખામણીએ ગુજરાત પોલીસનો દેખાવ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે.

રાજ્યમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર (Ahmedabad City), ડાંગ (Dang) અને ભાવનગર (Bhavnagar) જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા (DGP) ડો. કે. એલ. એન. રાવ દ્વારા શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

વર્ષ 2025-26 ના ડેટા મુજબ CEIR રેન્કિંગમાં જિલ્લાવાર કામગીરીની વિગતો નીચે મુજબ છે:

અમદાવાદ શહેર: સૌથી વધુ 25,500 બ્લોક વિનંતીઓ (Block Requests) સામે 4,935 હેન્ડસેટ રિકવર કરીને 56.70 ના ફાઈનલ સ્કોર સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

ડાંગ જિલ્લો: 328 બ્લોક વિનંતીઓ અને 77.33 ટકાના ઊંચા એક્યુરસી સ્કોર (Accuracy Score) સાથે 54.89 પોઈન્ટ્સ મેળવીને બીજા ક્રમે રહ્યો છે.

ભાવનગર જિલ્લો: 634 બ્લોક વિનંતીઓ સામે 273 મોબાઈલ રિકવર કરી 53.44 ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 50,48,516 મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે, જેની સામે ગુજરાતમાં કુલ 1,83,985 હેન્ડસેટ બ્લોક (Blocked) કરવામાં આવ્યા છે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા (National Security) વધારવાનો, ચોરાયેલા હેન્ડસેટનો દુરુપયોગ રોકવાનો અને ટેલિકોમ સંબંધિત છેતરપિંડી (Fraud) પર અંકુશ મેળવવાનો છે. બ્લોક થયેલા 1,14,670 ટ્રેસ થયેલા હેન્ડસેટને શોધવામાં ગુજરાતના નોડલ અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.

Chief Editor

Recent Posts

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

19 hours ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

21 hours ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

1 day ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

1 day ago

મોદીની ચમચાગીરી ભારે પડી

મોદીની ચમચાગીરી ભારે પડી એક સમયે મોદીની ચમચાગીરી કરનારા આજે મોદીની કટ્ટર વિરોધી બની ગયા…

1 day ago

₹2,000 સુધી UPI પેમેન્ટ ફ્રી, ત્યાર બાદ લાગશે ચાર્જ! જાણો નવા નિયમો

UPI MDR Charges | કેન્દ્ર સરકારે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI…

1 day ago